મુંબઈ એલર્ટ પર, દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન કરાશે!
દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ B.1.1.529. જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે તેણે ભારત સરકારની પણ ઉંઘ હરામ કરી દીધી છે.
નવી દિલ્હી, 27 નવેમ્બર : દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ B.1.1.529. જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે તેણે ભારત સરકારની પણ ઉંઘ હરામ કરી દીધી છે. એક તરફ વૈજ્ઞાનિકોએ તેની સારવાર માટે દવાઓ શોધવાનું શરૂ કર્યું છેતો બીજી તરફ સરકારે લોકોને તેનાથી બચાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. શનિવારે મુંબઈના મેયરે આદેશ આપ્યો હતો કે દક્ષિણ આફ્રિકાથી પરત આવનાર દરેક વ્યક્તિને મુંબઈ પહોંચતા ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે શનિવારે આ આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં નવું વેરિઅન્ટ મળી આવ્યુ હોવાથી ત્યાંના પ્રવાસેથી પરત આવનાર દરેક વ્યક્તિને મુંબઈ પહોંચતા જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. જેથી જાણી શકાય કે તે તેનાથી સંક્રમિત છે કે નહીં.
મુંબઈમાં બૃદહ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મેયર કિશોરી પેડનેકરે શનિવારે જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, હોંગકોંગ અને ઈઝરાયેલમાં નવા કોરોનાવાયરસ વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકાથી શહેરમાં આવતા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેયરે કહ્યું કે, લોકો નવા કોવિડ વેરિઅન્ટને લઈને ખૂબ ચિંતિત છે. જો દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓ નવા વેરિઅન્ટના વાહક હોય તો તેમના નમૂના લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ તેમને ક્વોરેન્ટાઈન મુક્ત કરવામાં આવશે.
આ સિવાય મુંબઈ કોરોના મહામારીનું સૌથી વધુ ભોગ બન્યું છે, તેથી રાજ્ય સરકાર આ વેરિઅન્ટને લઈને સતર્ક બની છે. કોવિડ વાયરસના નવા વેરિઅન્ટને લઈને BMCએ આજે સાંજે 5.30 વાગ્યે બેઠક બોલાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
