શું ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાય છે? WHOએ કર્યા અનેક ખુલાસા
ઓમિક્રોન જાન્યુઆરીમાં યુકેમાં મોટી લહેર લાવી શકે છે. હવે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્હી : કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યું છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓમિક્રોન જાન્યુઆરીમાં યુકેમાં મોટી લહેર લાવી શકે છે. હવે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રવિવારના રોજ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ઓમિક્રોન પ્રકાર ડેલ્ટા સ્ટ્રેઈન કરતાં વધુ સંક્રમિત છે અને રસીની અસરકારકતા ઘટાડે છે, પરંતુ ઓછા ગંભીર લક્ષણો ઉત્પન્ન કરે છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતમાં પ્રથમ વખત ઓળખવામાં આવેલા ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના મોટાભાગના કોરોના વાયરસ સંક્રમણ માટે જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રવિવારના રોજ જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી અનુસાર ઓમિક્રોન ડેલ્ટા સ્ટ્રેઇન કરતાં વધુ સંક્રમિત છે. તેમણે એવી સંભાવના વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં ઓમિક્રોન કોરોના વાયરસના કેસમાં ડેલ્ટા વાયરસને પાછળ છોડી દેશે.
દક્ષિણ આફ્રિકામાં શોધાયેલ ઓમિક્રોન પ્રકારમાં મોટી સંખ્યામાં પરિવર્તનો છે. ગયા મહિને વિશ્વભરના દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. WHOએ જણાવ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટ 9 ડિસેમ્બર સુધીમાં 63 દેશોમાં ફેલાઈ ગયો છે. દક્ષિણ આફ્રિકામાં ઝડપી ટ્રાન્સમિશન નોંધવામાં આવ્યું હતું, જ્યાં ડેલ્ટાનો ફેલાવો ઓછો હતો અને બ્રિટનમાં ડેલ્ટા વધુ વ્યાપક હતો.
પર્યાપ્ત ડેટાના અભાવને ધ્યાનમાં રાખીને WHOએ કહ્યું છે કે, ઓમિક્રોન ડેલ્ટાની જેમ રોગપ્રતિકારક શક્તિ માટે ખતરનાક ન હોય શકે, પરંતુ આ બંનેનું સંકલન એક નવું જોખન ઉભું કરી શકે છે. સંક્રમણ બાદ શરીરમાં રસીની અસરકારકતા પણ ઘટાડે છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે, એવી સંભાવના છે કે, ઓમિક્રોન ટૂંક સમયમાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે, જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે.












Click it and Unblock the Notifications
