રાજ્યપાલને પણ ખબર નથી જમ્મુ કાશ્મીરમાં શું થઈ રહ્યુ છેઃ ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઈ રહેલી હલચલ વિશે નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે શનિવારે મુલાકાત કરી.
જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઈ રહેલી હલચલ વિશે નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે શનિવારે મુલાકાત કરી. શનિવારે ગવર્નર સાથે મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણવા ઈચ્છીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને આ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે અહીં કંઈ થઈ રહ્યુ છે પરંતુ કોઈએ જણાવ્યુ નહિ કે વાસ્તવમાં અહીં શું થઈ રહ્યુ છે?

તેમણે કહ્યુ કે જ્યારે સોમવારે સંસદમાં કાર્યવાહી શરૂ થશે તો કેન્દ્ર સરકાર નિવેદન જાહેર કરીને જણાવે કે અમરનાથ યાત્રા રોકવાના આદેશ અને યાત્રીઓને કાશ્મીર છોડવા માટે કેમ કહેવામાં આવ્યુ? અમે સંસદમાં એ સાંભળા ઈચ્છીએ છીએ કે લોકોએ ડરવાની જરૂર નથી. અમે ગવર્ગરને જણાવ્યુ કે 35એ, 370, પરિસીમન અને રાજ્યને ત્રણ ભાગોમાં વહેંચવાની અફવાઓ છે. ગવર્નરે અમને આશ્વાસન આપ્યુ કે આ બધા મુદ્દાઓમાંથી કોઈના એલાન માટે કોઈ તૈયારી નથી કરવામાં આવી રહી.
Omar Abdullah, National Conference: Governor isn't the final word on J&K. The final word on J&K is the Govt of India.Therefore, more than what Governor tells us publicly, I definitely would like to hear from Govt of India publicly that there is nothing people have to worry about. pic.twitter.com/qDy3O1ui3Z
— ANI (@ANI) 3 August 2019
ઉમર અબ્દુલ્લાએ આગળ કહ્યુ કે રાજ્યપાલના શબ્દ જમ્મુ કાશ્મીર પર અંતિમ શબ્દ નથી. જમ્મુ કાશ્મીર પર અંતિમ શબ્દ ભારત સરકારના છે. આનાથી વધુ રાજ્યપાલ જે કંઈ પણ સાર્વજનિક રીતે જણાવે છે, અમે નિશ્ચિત રીતે ભારત સરકાર પાસેથી સાર્વજનિક રીતે સાંભળવા ઈચ્છીએ છીએ કે લોકો માટે ચિંતા કરવાની વાત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
