સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે ઉમર અબ્દુલા
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાની રાજકીય કવાયદ ગતિમાન થઇ ગઇ છે. ભાજપે જ્યાં છ અન્ય ધારાસભ્યોની મદદથી પોતાને સૌથી મોટી પાર્ટી ગણાવી રહી છે, તો બીજી તરફ પીડીપીએ હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યા નથી. આ દરમિયાન નિવર્તમાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ બુધવારે રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાના સંકેત આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોંફ્રેંસને બહુમતી મળી શકી નથી. પરંતુ ઉમર અબ્દુલાએ એક ટ્વિટમાં લખ્યું છે '2002માં પીડીપી નેતા મુફ્તી મોહંમદ સઇદ 16 ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી બન્યા હતા અને નેશનલ કોંફ્રેંસ 28 સીટો સાથે વિપક્ષમાં હતી, એટલા માટે રાજ્યનું પ્રતિનિધિત્વ આગળ ન છોડુંમ તો મને માફ કરજો.
Incidentally in 2002 Mufti became CM with 16 MLAs & NC with 28 sat in opposition so excuse me if I don't oblige by rolling over to play dead
— Omar Abdullah (@abdullah_omar) December 24, 2014 રાજ્ય વિધાનસભામાં મંગળવારે આવેલા જનાદેશમાં પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) 28 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની તરી આવી છે, જ્યારે ભાજપ તેના બાદ 25 સીટો સાથે બીજા સ્થાન પર છે. સત્તારૂઢ નેશનલ કોંફ્રેંસ 87 સભ્યોવાળી વિધાનસભામાં 15 સીટોની સાથે ત્રીજા સ્થાન પર છે. ઉમર અબ્દુલાએ બુધવારે પીડીપીએ અન્ય પાર્ટીઓની સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાની અટકળો વચ્ચે રાજ્યપાલને રાજીનામું સોંપી દિધું.
6 years ago I drove in to stake my claim to form a government in J&K, now I'm driving in to resign. The wheel comes full circle.
— Omar Abdullah (@abdullah_omar) December 24, 2014 ઉમર અબ્દુલાએ વધુ એક ટ્વિટમાં લખ્યું, 'છ વર્ષ પહેલાં જ હું જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરવા ગયો હતો. હવે હું રાજીનામું આપવા જઇ રહ્યો છું. આ ચક્ર ઝડપથી ચાલી રહ્યું છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
