ઉમર અબ્દુલા મળ્યા ભાજપના ટોચના નેતાઓને, રદ કર્યો વિદેશ પ્રવાસ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં ખંડિત જનાદેશ બાદ ભાજપ વાદીમાં સરકાર બનાવવા માટે પૂરી તોડજોડમાં લાગેલા છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ આજે દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ એનસીની સાથે સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

ઉમર અબ્દુલાએ અરૂણ જેટલી, અમિત શાહ, રામ માધવની સાથે બેઠક કરી. સૂત્રોનું માનીએ તો બંને પાર્ટીઓ વાદીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી રહી છે. તમને જણાવી દઇએ કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પહેલાં જ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવાના બધા દરવાજા ખુલ્લાં છે. તો બીજી તરફ ઉમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું કે તે 27ના રોજ ઇગ્લેંડ રવાના થવાના હતા અને તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલા આજે લંડન રવાના થવાના હતા. જ્યાં તે પોતાના માતા-પિતાને જોવા જઇ રહ્યાં હતા. પરંતુ ભાજપના આ ટોચના નેતાઓ સાથે મુલાકાત બાદ ઉમર અબ્દુલા શ્રીનગર પરત રવાના થઇ ચૂક્યાં છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપને 25 સીટો પ્રાપ્ત થઇ છે જ્યારે ઉમર અબ્દુલાની પાર્ટી એનસીની 15 મળી છે.
I don't want to spoil a good story but I haven't cancelled or postponed my trip to England. I was always booked on the 27th of Dec.
— Omar Abdullah (@abdullah_omar) December 25, 2014 તો બીજી તરફ ભાજપે પહેલાં જ પોતાના સમર્થનમાં 32 ધારાસભ્યોની સાથે હોવાનો દાવો કર્યો હતો. એવામાં જો એનસી ભાજપને પોતાનું સમર્થન આપે છે તો આ ગઠબંધનમાં 47 સીટો હશે. જ્યારે સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યોની જરૂરિયાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
