'ચૂંટણી પંચથી કોઈ આશા નથી', ઉમર અબ્દુલ્લાએ કરી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા-લોકસભા ચૂંટણી એકસાથે કરાવવાની માંગ
Lok Sabha Elections 2024: જમ્મુ અને કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ચૂંટણી પંચ જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. શનિવારે તેમણે કહ્યું કે તેમને ભારતના ચૂંટણી પંચ (ECI) પાસેથી કોઈ આશા કે અપેક્ષા નથી કારણ કે તે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ઉમરે ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે છેલ્લા એક દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ વિધાનસભા ચૂંટણી થઈ નથી. આજે ECI નવી દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને ચૂંટણી પંચ પાસેથી "કોઈ અપેક્ષાઓ નથી". તેમણે કહ્યું, "ભારતીય ચૂંટણી પંચનુ મિશન દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાનું છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ચૂંટણી થઈ નથી."
તેમણે કહ્યું, "પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'એક રાષ્ટ્ર અને એક ચૂંટણી' અંગેનો અહેવાલ પ્રસ્તાવિત કર્યો છે. જો તમે તેને જમ્મુ-કાશ્મીરથી શરૂ કરી શકતા નથી, તો પછી કોઈએ શું અપેક્ષા રાખવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું, "અમારી (જમ્મુ અને કાશ્મીર) વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ એક સુવર્ણ તક છે, તેમને (ECI) યુટીમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી બંનેની તારીખો જાહેર કરવા દો."
જ્યારે ઉમરને પૂછવામાં આવ્યું કે શું પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD)ની કોઈ બેઠક આવતા અઠવાડિયે યોજાવાની છે, ત્યારે તેમણે કહ્યું, "મારે PAGD સાથે કોઈ લેવાદેવા નથી. હું જોડાણનો સભ્ય નથી અને આ પ્રશ્ન PAGD અધિકારીઓને પૂછવો જોઈએ."
ઉમરે કહ્યું કે તેઓ નેશનલ કૉન્ફરન્સના સભ્ય છે, જો PAGDની કોઈ બેઠક યોજવી હોય તો તેની માહિતી ફારુક અબ્દુલ્લા પાસેથી લેવી જોઈએ. ઉમર અબ્દુલ્લાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે એનસી કાશ્મીરની ત્રણેય લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આ અંગે તેમણે કહ્યું કે યોગ્ય સમયે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.કોઈ અમને દબાણ કરી શકે નહીં. જ્યારે પણ અમને લાગશે કે અમારે તેમ કરવું જોઈએ ત્યારે અમે અમારા ઉમેદવારોના નામ જાહેર કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
