રાજસ્થાનમાં રજુ કરાયુ જુનુ બજેટ? વિપક્ષના આરોપોનો સીએમ ગેહલોતે આપ્યો જવાબ
રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર જૂનું બજેટ વાંચવાનો આરોપ લગાવતા હંગામો મચાવ્યો હતો. ગૃહને બીજી વખત 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
રાજસ્થાન વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ લીક કરવા અથવા જૂનું બજેટ વાંચવાના વિપક્ષના આરોપો પર ખુદ સીએમ અશોક ગેહલોતે પોતાનો જવાબ આપ્યો છે. શુક્રવારે સવારે 11 વાગે બજેટ ભાષણ શરૂ થતાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે બજેટ સત્રની કાર્યવાહી અડધા કલાક અને પછી 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે માફી માગ્યા બાદ વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ.

બજેટ લીક પર ગેહલોતે શું કહ્યું?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વિપક્ષ તો જ કહી શકે કે મેં મારા હાથમાં જે લખ્યું છે અને બજેટમાં સદનના સભ્યોને આપવામાં આવેલી કોપીમાં તફાવત છે. જો ભૂલથી મારી બજેટ કોપીમાં એક પેજ એડ થઈ ગયું હોય તો બજેટ લીકનો પ્રશ્ન કેવી રીતે ઉભો થાય છે?

બજેટ ભાષણમાં શું જુનુ બોલી ગયા અશોક ગેહલોત?
તમને જણાવી દઇએ કે સીએમ અશોક ગેહલોતે સવારે 11 વાગ્યે રોજગાર સાથે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે શહેરોમાં પણ રોજગાર સુનિશ્ચિત કરવા માટે, હું 'ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના' લાગુ કરવાની જાહેરાત કરું છું. તેના પર 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોવિડથી ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા માટે, હું રોજગારના દિવસો 100 થી વધારીને 125 દિવસ કરી રહ્યો છું, જેના પર 750 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

નેતા પ્રતિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ શું આરોપ લગાવ્યો?
જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બજેટ ભાષણ 2023ની શરૂઆત કરી ત્યારે ભાજપના નેતા અને રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ આરોપ લગાવ્યો કે સીએમ અશોક ગેહલોત જૂનું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ રજૂ કરી શકાય નહીં. શું આ બજેટ લીક થયું હતું? આ અંગે ગૃહમાં ભારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી.












Click it and Unblock the Notifications
