Odisha : આરોગ્ય મંત્રીનું મોત, ASIએ મારી હતી ગોળી, PM અને CMએ વ્યક્ત કર્યો શોક
Odisha : ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા કિશોર દાસ પર જીવલેણ હુમલા બાદ અવસાન થયું હતું. ભુવનેશ્વરમાં તેમની સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
Odisha : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસની રવિવારના રોજ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન નબા દાસને સુરક્ષાકર્મીએ ગોળી મારી દીધી હતી. આ ગોળીબારમાં ઘાયલ થયેલા નબા દાસને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને હવાઇ માર્ગે ભૂવનેશ્વર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

રવિવારના રોજ આરોગ્ય પ્રધાન નબા દાસે મુખ્ય અતિથિ તરીકે ઓડિશાના બ્રજરાજનગરમાં જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. તેમના સ્વાગત માટે ભીડ ઉમટી પડી હતી.
આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીએ જણાવ્યું હતું કે, જાહેર ફરિયાદ કાર્યાલયના ઉદ્ઘાટનમાં, નબા દાસ મુખ્ય અતિથિ હતા. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. જે વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. અમે એક પોલીસ કર્મચારીને નજીકથી ગોળીબાર કરીને ભાગતા જોયો હતો. મંત્રીને ભુવનેશ્વર સુધી એર લિફ્ટ કરવામાં આવશે.
ભુવનેશ્વર કરાયા હતા એરલિફ્ટ
ગોળી વાગ્યા બાદ મંત્રીને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યો હતો. નબા કિશોર દાસ બીજેડીના વરિષ્ઠ નેતા છે. તાજેતરમાં જ તેમણે શનિ મંદિરમાં 1.7 કિલો સોનાનો કળશ ચઢાવ્યો હતો. તેમને મંદિરમાં દાન આપવાને કારણે ચર્ચામાં હતા.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી પટનાયકે દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓડિશા સરકારના મંત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, નબા દાસ સરકાર અને પાર્ટી બંને માટે અમુલ્ય સંપત્તિ સમાન હતા. તેમના નિધનથી ઓડિશા રાજ્ય માટે મોટી ખોટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
