ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જમ્મુ-કાશ્મીરના હાન્ડવારામાં આર્મી કેમ્પ પર આતંકવાદીઓનું ઓપન ફાયરિંગ; 2ના મોત
જમ્મુ-કાશ્મીરના હાન્ડવારાના લાંગેટમાં આવેલા 30 રાષ્ટ્રીય રાયફલ કેમ્પમાં આતંકવાદીઓએ આજે સવારે 5 વાગે ઓપન ફાયરિંગ કર્યું છે. 15થી 20 મીનિટ સુધી સતત ચાલેલા ફાયરિંગમાં સવારે 6.30 વાગે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઢાળી દીધા હતા.

દેવું ન ચૂકવી શકતાં પત્નીનો રેપ કરાવ્યો
માત્ર હજાર રૂપિયાના દેવા માટે એક શખ્સે પોતાની પત્નીને એક રાત માટે તેના મિત્રને સોંપી દીધી હતી. ગાઝિયાબાદના લોની વિસ્તારના મજૂર નરેશે પ્રોપર્ટી ડિલર પિંટુ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. રૂપિયા ન ચૂકવી શકતા નરેશે પોતાની પત્ની પિંટુને સોંપી દીધી હતી. પિંટુએ રેપ કર્યો હોવાની પીડિતાએ ફરિયાદ નોંધાવી.

કેન્દ્ર 18 ઑક્ટોબરથી GST કાઉન્સિલની બેઠક બોલાવશે
કેન્દ્ર સરકાર જીએસટી સાથે જોડાયેલા મુદાઓને ઉકેલવા માટે જીએસટી કાઉન્સીલની ત્રીજી બેઠક 18 ઓક્ટોબરથી શરુ કરશે, આ બેઠકમાં જીએસટી મુજબ ટેક્સના દર શું હશે, રાજયોને વળતર કઈ ફોર્મુલાના આધારે આપવામાં આવશે, જેવા મહત્ત્વના મુદાઓ પર નિર્ણય લેવાવવાની શકયતા છે. આ બેઠક 4 દિવસ સુધી ચાલશે.

PFની રકમ ઉપાડવા માટે હવે કંપની માલિકની મંજૂરીની જરૂર નહીં પડે
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) યૂનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતા લોકો માટે નવુ ફોર્મ જાહેર કર્યું છે. આ ફોર્મ પર તમારે કંપની માલિક પાસેથી કોઈ પ્રમાણ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે. હવેથી યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધારિત ફોર્મ 19 નો ઉપયોગ કરવાનો રહેશે.

સર્જિકલ સ્ટ્રાઇકને લઇને મંત્રીઓ નિવેદનો બંધ કરેઃ મોદી
આર્મીના સર્જિકલ સ્ટ્રાઇક બાદ નેતાઓ રાજકીય લાભ ખાટવામાં લાગી ગયા છે. ત્યારે પીએમ મોદીએ આ મુદ્દે તમામ મંત્રીઓને ચૂપ રહેવા કહી દીધું છે. કોંગ્રેસના સંજય નિરુપમે આ ઓપરેશનને નકલી કહ્યું તો કેજરીવાલે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઓપરેશનનો વીડિયો જાહેર કરવા બાબતે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
