ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

પેટ્રોલના ભાવમાં વધારો તો ડિઝલના ભાવમાં ધટાડો
તહેવારો આવતા જ મોંધવારીની મૌસમ પણ શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ગત રાતથી પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 6 પૈસાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.

સર્જિકલ સ્ટ્રાઇક પછી આંતકીઓમાં ભારતીય લશ્કરનો ભય બેઠો
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીમામાં ધૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તે બાદ આતંકીઓમાં ભારતીય સેનાનો એ હદે ભય બેઠો છે કે આતંકીઓ બેઝ કેમ્પ ખાલી કરીને જતા રહ્યા છે તેવા સમાચાર ગુપ્તચર સંસ્થા પાસેથી આવ્યા છે. આ કેમ્પમાં લગભગ 500 જેટલા આતંકીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા હતા. પણ હવે આ વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. તેવી માહિતી મળી છે.

કોલકત્તા ટેસ્ટ: ન્યૂઝીલેન્ડને ભારતે આપ્યો ઝટકો
કોલકત્તામાં ચાલી રહેલા ટેસ્ટ મેચમાં ભારતે 316 રન કરી ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. તે બાદ રમવા ઉતરેલી ન્યૂઝિલેન્ડે પણ લંચ ટાઇમ સુધી બે વિકેટ ગુમાવી ચૂકી છે. બોલર મુહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડની પહેલી અને ભુવનેશ્વરે બીજી વિકેટ લીધી છે.

સર્જિકલ સ્ટ્રાઇક પછી કાશ્મીરમાં 26 હજાર લોકો બેઘર
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇક પછી જે તનાવપૂર્ણ સ્થિતી સર્જાઇ છે તેને જોતા દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા રાજ્યોને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અને સીમાવર્તી ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના સીમા પાસે આવેલા ગામોને ખાલી કરવામાં આવ્યા છે. અને લગભગ 26 હજાર લોકોને હાલ શર્ણાર્થી શિબરમાં લાવવામાં આવ્યા છે.

65 હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણું મળ્યું
કાણાનાણાં પર આજે નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યુ કે ટેક્સ ચોરી રોકવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલા લીધા છે. એમએસબીસીના લિસ્ટના 8000 કરોડ રૂપિયાના ટેક્સની આકરણી કરવામાં આવી છે. અરુણ જેટલીએ જણાવ્યું કે 64,275 લોકોએ પોતાની અપ્રગટ આવક જાહેર કરી છે. જે દ્વારા 65,250 કરોડ રૂપિયા એકત્રિત થયા છે. અને 45 ટકા ટેક્સના હિસાબે સરકારી ખજાનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ આવશે. જો કે તેમણે અપ્રગટ આવક જાહેર કરનાર લોકોના નામ જાહેર મામલે ચૂપકી સાંધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
