ભૂખમરીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પણ ભારત પાછળ
નવી દિલ્હી, 15 ઓક્ટોબર : ભારત દેશમાં ભૂખમરાની સ્થિતિથી પીડાતા લોકોની સંખ્યા ઓછી થઇ છે. છતાં આ બાબતમાં તે પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ પાછળ છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2013માં ભારત ચાર ક્રમ ઉપર ચઢીને 63મા સ્થાને પહોંચ્યો છે. દેશમાં શ્રીમંતોની સંખ્યા ભલે વધી હોય અને ભુખ્યા રહેતા લોકોની સંખ્યા ભલે થોડી ઘટી હોય પરંતુ સ્થિતિ હજુ પણ શરમજનક છે. ભુખમરો માપતા આ ઇન્ડેકસમાં ગયા વર્ષે આપણો દેશ 67માં સ્થાને હતો. આ ઇન્ડેકસ અનુસાર ભુખથી પીડિતોની સંખ્યાના મામલામાં ચીન અને શ્રીલંકા પણ ભારતથી સારી સ્થિતિમાં છે.
જીએચઆઇ રિપોર્ટ અનુસાર ભારતમાં ભુખમરીનો સામનો કરતા લોકોની સંખ્યા હજુ પણ ચિંતાજનક સ્તર પર બનેલી છે. દેશમાં પાંચ વર્ષથી ઓછી વયના 40 ટકા બાળકો કુપોષિત છે. આ રિપોર્ટ ઇન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઇન્સ્ટીયુસ્ટયુ અને સ્વયં સેવી સંગઠન વેલ્થ હંગર લાઇફ એન્ડ કન્સર્ન વાઇલ્ડ લાઇફે સાથે મળીને તૈયાર કરી છે.
આ ઇન્ડેકસમાં 120 વિકાસશીલ દેશોમાં ભુખ પીડિતોની સંખ્યાનું વિશ્લેષણ થયું છે. આ માટે મુખ્ય માપદંડને આધાર બનાવાયા છે. કુલ જનસંખ્યામાં કુપોષિતની ટકાવારી, પાંચ વર્ષથી ઓછી ઉંમરના કુલ બાળકોમાં કુપોષિત બાળકોની ટકાવારી અને આ ઉંમરના બાળકોના મૃત્યુદરને સમાવાયા છે.
રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ ભુખ પીડિત લોકો સહારા ક્ષેત્ર બાદ દ.એશિયામાં છે. જો કે વિશ્વસ્તર પર ભુખમરીમાં ઘટાડો થયો છે. સામાજીક અસમાનતા, પોષણ સંબંધી જાગૃતત્તાનો અભાવ અને મહિલાઓની ખરાબ સામાજીક સ્થિતિ બાળકોમાં કુપોષણનું મહત્વનું કારણ ગણાય છે.
વર્ષ 1990ની સરખામણીએ વિશ્વસ્તર પર ભુખમરીમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ 19 દેશોમાં ભુખમરી ચિંતાજનક સ્થિતિને કારણે વિશ્વભરમાં તેનુ સ્તર ગંભીર બન્યુ છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે વર્તમાન પરિસ્થિતિમાં સુધાર માટે વિશ્વમાં વિકાસ કેન્દ્રીત માનવીય કાર્યો પર ભાર દેતી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવાની જરૂર છે.

ભારતની શરમજનક સ્થિતિ
દેશમાં શ્રીમંતોની સંખ્યા ભલે વધી હોય અને ભુખ્યા રહેતા લોકોની સંખ્યા ભલે થોડી ઘટી હોય પરંતુ સ્થિતિ હજુ પણ શરમજનક છે. ભુખમરો માપતા આ ઇન્ડેકસમાં ગયા વર્ષે આપણો દેશ 67માં સ્થાને હતો. આ ઇન્ડેકસ અનુસાર ભુખથી પીડિતોની સંખ્યાના મામલામાં ચીન અને શ્રીલંકા પણ ભારતથી સારી સ્થિતિમાં છે.

ચીન
ચીન - 6

શ્રીલંકા
શ્રીલંકા 46મા ક્રમે

પાકિસ્તાન
પાકિસ્તાન 57મા ક્રમે

બાંગ્લાદેશ
બાંગ્લાદેશ 58મા ક્રમે

ભારત
ભારત 63મા ક્રમે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
