હવે બ્રિટનમાં પણ TikTok પર પ્રતિબંધ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
યુકેના કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું કે ટિકટોક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડાઉડેને કહ્યું કે આવી જોખમી એપ્સ સરકારી ડેટા અને માહિતીને જોખમમાં મૂકે છે.
લંડન : વિવાદાસ્પદ એપ્લીકેશન ટ્વિટરને લઈને વિવાદ પુરા થવાનું નામ નથી લઈ રહ્યા. હવે વધુ એક દેશે ટ્વિટર પર પ્રતિબંધ મુક્યો છે. ભારત, અમેરિકા, કેનેડા, તાઈવાન, બેલ્જિયમ અને ડેનમાર્ક બાદ હવે બ્રિટને ટીકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે.બ્રિટિશ સરકારે સુરક્ષા કારણોસર સરકારી ડિવાઈસમાં ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. બીજી તરફ આ નિર્ણયને લઈને ટિકટોકના પ્રવક્તાએ નિરાશા વ્યક્ત કરી છે.

અહેવાલો અનુસાર, બ્રિટને ચીનની માલિકીની સોશિયલ મીડિયા વિડિયો એપ ટીકટોકને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે અને તેને સરકારી ઉપકરણોમાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. યુકેના કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું કે ટિકટોક પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડાઉડેને કહ્યું કે આવી જોખમી એપ્સ સરકારી ડેટા અને માહિતીને જોખમમાં મૂકે છે.
તેમણે કહ્યું કે, એપ્લિકેશન યુઝર્સના સંપર્કો સહિતના ડેટા એકત્રિત કરે છે. સરકારી સાધનો પરનો આ ડેટા સંવેદનશીલ હોઈ શકે છે. ડાઉડેને સંસદમાં જણાવ્યું કે આ પગલું સાયબર સુરક્ષા નિષ્ણાતોની સલાહ પર લેવામાં આવ્યું છે. તેમણે પુષ્ટિ કરી કે આ પ્રતિબંધો સરકારી કર્મચારીઓના વ્યક્તિગત ઉપકરણો પર લાગુ થશે નહીં. ડોવડેને કહ્યું કે ટૂંક સમયમાં થર્ડ પાર્ટી એપ્સના મેનેજમેન્ટ પર સરકારની નીતિને વધુ મજબૂત બનાવાશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, વ્હાઇટ હાઉસે ફેડરલ એજન્સીઓને 30 દિવસમાં અંદર સરકારી ઉપકરણોમાંથી એપને હટાવવા નિર્દેશ આપ્યો છે. આ પ્રતિબંધ માત્ર સરકારી સાધનો પર જ લાગુ છે. જો કે આ પ્રતિબંધ અમેરિકાના અડધાથી વધુ રાજ્યોમાં પહેલેથી જ લાગુ છે.
બીજી તરફ આ મુદ્દે ટિકટોકના પ્રવક્તા બ્રુક ઓબેરવેટરે દાવો કર્યો કે, યુએસ સરકારે તેના ચીની માલિકોને કંપનીમાંના તેમના શેર વેચવા માટે કહ્યું છે, નહીં તો યુએસમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. અમેરિકા લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે ટિકટોક અમેરિકનોનો ટા ચીનની સરકાર સાથે શેર કરે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા ભારતે 2020માં ટીકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી પાકિસ્તાનમાં પણ ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, ચીન સરકારના દબાણ હેઠળ તેને વારંવાર હટાવવામાં આવ્યો છે. બેલ્જિયમે ગયા અઠવાડિયે ટિકટોક પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. 6 માર્ચે ડેનમાર્કે પણ પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પછી કેનેડાની સરકારે ગયા મહિને શોર્ટ-ફોર્મ વિડિઓ એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
