સ્પેસ તો મારા માટે બીજા ઘર જેવું : સુનિતા વિલિયમ્સ

વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં સુનિતાએ કહ્યું કે, તે જ્યારે પહેલીવાર અંતરિક્ષમાં ગઈ હતી ત્યારે તે ઘણી નર્વસ હતી. તેણે પોતાની સફળતા પાછળ પોતાનાં પતિ અને પરિવારનો હાથ હોવાનું જણાવ્યું. 47 વર્ષીય સુનિતાએ એમ પણ કહ્યું કે, અવકાશ ખરેખર અદ્દભુત જગ્યા છે. મને તો હવે એ ઘર જેવું લાગે છે. મને અવકાશમાં નવા મિશન માટે સ્પેસક્રાફ્ટમાં જવું ફરી ગમશે અને અવકાશ સંશોધન માટે કરાતા પ્રયોગોમાં મારા જ્ઞાન અને અનુભવની વહેંચણી કરવાનું મને ગમશે.
દિલ્હી બાદ સુનિતા મુંબઈની મુલાકાત લેશે. મુંબઇમાં તેઓ વર્કિંગ વૂમેન હૉસ્ટલને જોવા જશે અને મહિલાઓ સાથે ચર્ચા કરશે. આ હોસ્ટલને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ સિવાય વર્લી સ્થિત નહેરૂ સાયન્સ સેન્ટર પણ જશે અને બાળકોને મળશે. ત્યારબાદ સુનિતા ગુજરાત જવા રવાના થશે.
ગુજરાતમાં સુનિતા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ શાખાઓનાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ પહેલા સુનિતા વિલિયમ્સ 2007માં ભારત આવ્યા હતા. તેઓ 6 એપ્રિલના રોજ સવારે 8.30 કલાકે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા પોલીઓ ફાઉન્ડેશનની મુલાકાત પણ લેવાના છે. જ્યાં તેઓ સંસ્થા ના વિકલાંગ બાળકો, સેરબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો તથા મંદબુધ્ધિગ્રસ્ત બાળકો મળશે અને સંસ્થાની વિવિધ સેવાકિય પ્રવૃતિઓની જાણકારી મેળવશે.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીગણ તથા સ્વૈચ્છિક સેવા આપી રહેલ ડોક્ટર્સ અને સમાજ સેવકો પણ ઉપસ્થિત રહેશે. સુનિતા વિલીયમ્સની મુલાકાત સંસ્થા માટે ગર્વ સમાન છે અને સંસ્થાના સેવાની સુવાસના ઉદ્દેશને વધુ વેગવંતુ બનાવવામાં મદદ રૂપ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
