હવે રેન્ટ એગ્રિમેન્ટ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે

ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રસ્તાવિત રજીસ્ટ્રેશન એક્ટ અનુસાર નિશ્ચિત ભાડા બાદ રેન્ટ એગ્રીમેન્ટનું રજીસ્ટ્રેશન કોઈપણ ભોગે કરાવવું પડશે. આ ભાડું દર મહિને નક્કી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન (સંશોધન) ખરડામાં અનિવાર્ય રજીસ્ટ્રેશન માટે ન્યુનત્તમ ભાડું નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવામાં આવી છે. એટલે કે અલગ અલગ શહેરોમાં આ રકમ અલગ અલગ રહેશે.
રજીસ્ટ્રેશન એક્ટમાં ‘પાવર ઓફ એટર્ની'નું રજીસ્ટ્રેશન પણ અનિવાર્ય કરવામાં આવ્યુ છે, જેથી જમીન જાયદાદને લઈને થતા વિવાદ પર અંકુશ લાવી શકાય અને સરકારની આવકમાં પણ વધારો થશે. અત્યાર સુધી પાવર ઓફ એટર્નીનું રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત નથી. અનેક લોકો પોતાની સગવડ માટે રજીસ્ટ્રેશન કરાવે છે.
પ્રસ્તાવિત ખરડામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ કે દંપતિ છોકરીને દત્તક લેશે તો તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી તે મિલ્કતમાં ભાગીદાર બની શકે. રજીસ્ટ્રેશન (સંશોધન) ખરડાની મંજુરી બાદ રાજ્ય સરકાર અનિવાર્ય રજીસ્ટ્રેશન માટે ન્યુનત્તમ ભાડું દર મહિને રૂપિયા 10000 નક્કી કરે તો ભાડુઆતે રૂપિયા 2400 સ્ટેમ્પડયુટી અને 1100 રૂપિયા કોર્ટ ફી ભરવી પડશે. એટલે કે સ્ટેમ્પડયુટી તરીકે વાર્ષિક ભાડાના 2 ટકા ચૂકવવા પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
