હવે સરકારી ઓફિસોના વીજળી બિલને લઈને પંજાબ સરકારની મોટી તૈયારી, પ્રિપેઈડ મીટર લગાવાશે

પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક પછી એક મોટા પગલા ભરી રહી છે. હવે ભગવંત માન સરકાર સરકારીઓ ઓફિસોના વીજળી બિલ મુદ્દે મોટી તૈયારી કરી રહી છે.

ચંદીગઢ : પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક પછી એક મોટા પગલા ભરી રહી છે. હવે ભગવંત માન સરકાર સરકારીઓ ઓફિસોના વીજળી બિલ મુદ્દે મોટી તૈયારી કરી રહી છે.

punjab

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર સરકારી ઓફિસોમાં પ્રિપેઈડ મીટર લગાવવાની તૈયારી કરી રહી છે. પંજાબની સરકારી ઓફિસોમાં લાખો રૂપિયાના વીજળીના બિલ બાકી છે. આ બીલ સરકાર માટે માથાનો દુખાવો બન્યા છે ત્યારે હવ ભગવંત માન સરકાર તેના સમાધાન માટે આ મોટુ પગલુ ભરવાની તૈયારીમાં દેખાઈ રહી છે.

સરકારી ઓફિસોના લાખોના બાકી બિલ સમયસર ન ભરાતા મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે. હવે સરકારના આ મોટા પગલાથી આ સમસ્યાનું સમાધાન થઈ જશે. આ સિવાય સરકારનો ઉદ્દેશ્ય વીજળી ચોરી રોકવાનો પણ છે. કચેરીઓમાં ખર્ચાતી વીજળીનો કોઈ હિસાબ રખાતો નથી. તેના કારણે અધિકારીઓ-કર્મચારીઓ મન ફાવે તે રીતે વીજળીનો વપરાશ કરે છે. ભગવંત માન સરકાર એક કાંકરે બે તીર મારવા જઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી ત્યારથી લઈને એક પછી એક મોટા નિર્ણય લઈને મોટા સુધારાઓ કરી રહી છે. વીજળી બીલ માફ કરવા ઉપરાંત પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X