હવે PM મોદી 12 કરોડની આ નવી કારમાં ફરશે, જાણો શું છે ખાસિયત?
ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લગભગ સાડા આઠ હજાર કરોડમાં અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું વિમાન ખરીદવાની ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાનના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ખાસ છે.
નવી દિલ્હી, 28 ડિસેમ્બર : ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લગભગ સાડા આઠ હજાર કરોડમાં અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું વિમાન ખરીદવાની ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાનના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાહનોના કાફલામાં Mercedes-Maybach S-650નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારની કિંમત 12 કરોડ રૂપિયા છે. તે વિશ્વની સૌથી મોંઘી કારોમાંની એક છે અને તેમાં ઘણી બધી સુવિધાઓ છે.

આ મહિનાના ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન મોદી જ્યારે તેમને મળવા પહોંચ્યા તો તેઓ નવી કારમાં પહોંચ્યા હતા. પુતિનની મુલાકાત દરમિયાન પીએમ મોદીના કાફલામાં જૂની કારને બદલે નવી મર્સિડીઝ કાર જોવા મળી હતી. એક કારની કિંમત 12 કરોડ છે. મળતી માહિતી મુજબ, SPGએ બે કારનો ઓર્ડર આપ્યો છે.
આ કાર રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરનું અપગ્રેડ વર્ઝન છે. ગયા વર્ષે S-600 ગાર્ડ ભારતમાં 10.5 કરોડમાં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેને વધુ અપડેટ કરતાં તેનું નવું વર્ઝન S650 લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આ કાર વડાપ્રધાન માટે મંગાવવામાં આવી છે. આ કારમાં કમ્ફર્ટ લેવલ બેજોડ છે. તેનું સુરક્ષા સ્તર ટેંક સમાન છે.
પીએમ મોદીની આ નવી કારની ગણતરી વિશ્વની સૌથી સુરક્ષિત કારોમાં થાય છે. Mercedes-Maybach S650 ગાર્ડ VR10 લેવલ પ્રોટેક્શનથી સજ્જ છે. જો આ કાર પર 2 મીટરના અંતરેથી 15 કિલો TNTનો વિસ્ફોટ કરવામાં આવે તો તેની કોઈ અસર નહીં થાય. બીજી તરફ AK-47 રાઇફલની ગોળીઓ પણ કારના કાચ અને શરીરમાં ઘૂસી શકવા સક્ષમ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
