'હવે પુરુષ દરજીઓ નહીં લઈ શકે મહિલાઓનું માપ' આ રાજ્યમાં થવા જઈ રહ્યો છે મહત્વનો બદલાવ
WOMEN Security:દેશમાં મહિલાઓ પર અનેક અત્યાચારો થઈ રહ્યા છે. આ અત્યાચારોને રોકવા માટે અલગ અલગ રાજ્યો અનેક કડક નિયમ બનાવી રહ્યા છે. ત્યારે મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને રોકવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે મહિલાઓની સુરક્ષા વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાનું સૂચન કર્યું છે. આયોગે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધારો કરવા માટે ઘણી દરખાસ્તો કરી છે.
ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સૂચનમાં જણાવ્યુ છે કે, સ્કૂલ બસોમાં મહિલા સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને મહિલાઓનાં કપડાની દુકાનોમાં મહિલા કર્મચારીઓની નિમણૂક માટેના સૂચનો પણ સામેલ છે. આ ઉપરાંત પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા અને પુરૂષ ટ્રેનર્સને મહિલાઓને જીમ અને યોગની તાલીમ આપવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ છે.

જો વાત કરીએ મહિલા સુરક્ષા અંગે કમિશનના સૂચનોની તો,
સ્કૂલ બસોમાં મહિલા સુરક્ષા કર્મીઓ તૈનાતઃ
બાળકોની સુરક્ષા અને મહિલાઓના સન્માનને જાળવવા માટે સ્કૂલ બસોમાં મહિલા સુરક્ષા ગાર્ડ કે શિક્ષકોને તૈનાત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મહિલા કર્મચારીઓની નિમણૂકઃ
મહિલાઓની સુવિધા માટે મહિલા કપડાની દુકાનોમાં મહિલા કર્મચારીઓની નિમણૂંક કરવાનું કહેવામાં આવ્યું છે. તેનાથી મહિલાઓને દુકાનોમાં વધુ સુવિધા મળશે.
પુરૂષ દરજીઓ પર નિયંત્રણો:
મહિલાઓનાં માપ લેવાના કામમાં પુરૂષ દરજીઓની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી મહિલાઓ વધુ સુરક્ષિત અનુભવી શકે.
મહિલા ટ્રેનર્સની ફરજિયાત ઉપલબ્ધતા:
મહિલા જીમ, યોગ કેન્દ્રો અને નૃત્ય સંસ્થાઓમાં માત્ર મહિલા ટ્રેનર્સની નિમણૂંક કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ મહિલા સભ્યોને વધુ સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડશે.
સીસીટીવી કેમેરા મોનિટરિંગઃ
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જાહેર સ્થળો, દુકાનો અને કોચિંગ સેન્ટરોમાં સીસીટીવી કેમેરા મોનિટરિંગ ફરજિયાત બનાવવામાં આવશે.
મહિલાઓની સલામતી મુખ્ય હેતુ
ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગ દ્વારા સૂચવવામાં આવેલી આ દરખાસ્તો મહિલા સુરક્ષાને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પગલાંનો હેતુ મહિલાઓ માટે સુરક્ષિત અને આદરપૂર્ણ વાતાવરણ બનાવવાનો છે. જો આ દરખાસ્તોનો અસરકારક અમલ થાય તો રાજ્યમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ સલામતીનું વાતાવરણ સુધરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
