નરેન્દ્ર મોદીને વિઝા નહીં; US અધિકારીનો સખત વિરોધ
વૉશિંગ્ટન, 17 ઓગસ્ટ : એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયા અને બ્રિટન તરફથી મુલાકાતનું અને વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ મળી રહ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદીને આ દેશના વિઝા મળશે. બીજી તરફ અમેરિકાના વિઝા મેળવવાની રાહ નરેન્દ્ર મોદી માટે વધારે કઠિન બની છે. યુએસના વિઝા મેળવવા માટે તેમને હજું રાહ જોવી પડે એમ છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીને મોદી અમેરિકા આવે તેની સામે વાંધો છે. વર્ષ 2002માં ગુજરાતના રમખાણો મુદ્દે મોદીની ભૂમિકાને લઈને તેઓ ખૂબ ગંભીર છે.
યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમના ઉપપ્રમુખ કેટરિના લેન્ટોસ સ્વેટ્ટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2002ના રમખાણો મુદ્દે મોદીની ભૂમિકાને લઈને તેઓ ગંભીર હોવાથી મોદીને અમેરિકાના વિઝા નહીં આપવામાં આવે. યુએસ સરકારનું આ કમિશન ધાર્મિક સ્વતંત્રતાના ભંગ અંગેની ઘટનાના તથ્યોની સમીક્ષા કરે છે. સમીક્ષાને આધારે તેઓ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તેમજ સ્ટેટ અને કોંગ્રેસ સચિવને ભલામણ માટેની નીતિ તૈયાર કરી મોકલી આપે છે.

તેમણે જણાવ્યું કે "આ મુદ્દે હજું ઘણા સવાલોના જવાબ વણઉકેલ્યા છે. મોદીની ઉપર ઘણા ગંભીર આરોપો છે." આગામી લોકસભામાં મોદીને વડાપ્રધાન પદ બનવા અંગે પૂછાયેલા સવાલમાં કટરિના લેન્ટોસ સ્વેટ્ટે જણાવ્યું કે "તેઓ વડાપ્રધાન બને કે નહીં તે ભારતની આંતરિક બાબત છે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
