Patna Opposition Meet : કોંગ્રેસ વગર ભાજપને કોઇ હરાવી શકશે નહીં - જન અધિકાર પાર્ટી અધ્યક્ષ પપ્પુ યાદવ
Patna Opposition Meet: બિહારમાં અલગ અલગ વિપક્ષી દળોના નેતા બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. બિહારના પટનામાં યોજાઇ રહેલી વિપક્ષી દળોની બેઠક બાબતે જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પપ્પુ યાદવે જણાવ્યું હતું કે, આ દેશના વિપક્ષની મીટિંગ નથી, આ મીટિંગ દેશના 140 કરોડ લોકોના જીવન અને સુરક્ષા માટે છે. ભારતની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે, મહિલાઓ પર બોજ નાખવાની, દેશને પછાત લઈ જવાની આ સરકારની વૃત્તિ છે, તેથી જ આ બેઠક યોજાઈ રહી છે.

પપ્પુ યાદવે જણાવ્યું હતું કે, આ બેઠક બિહારને હંમેશા અપમાનની નજરથી જોવાની વિરુદ્ધ છે. બિહારે હંમેશા નેતૃત્વ કર્યું છે. આ મીટિંગ સારી શરૂઆત માટે છે. કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે, કોંગ્રેસથી દૂર રહીને દેશમાં ભાજપને કોઈ હરાવી શકે નહીં.
બીજી તરફ ભાજપના રાજ્યસભા સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ વિપક્ષી નેતાઓની બેઠક પર ટોણો માર્યો છે.
સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, એકસાથે ચા અને ખાવાથી કંઈ થતું નથી. તેનો મતલબ એ નથી કે વિપક્ષ એક થઈ જાય.
સુશીલ મોદીએ પૂછીને પોતાનો મુદ્દો રજૂ કરવાનો પ્રયાસ કર્યો, શું પશ્ચિમ બંગાળમાં સીપીએમ અને કોંગ્રેસ સાથે મળીને (પંચાયત ચૂંટણી માટે) લડશે? જો તેઓ કરશે, તો તે વાસ્તવિક એકતા હશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો વિરોધ કરવાનો છે, બીજી તરફ વિપક્ષી એકતાની વાતો ચાલી રહી છે.
સુશીલ મોદીએ એવો પણ સવાલ કર્યો હતો કે, શું કેજરીવાલ વિપક્ષની બેઠકમાં હાજરી આપવા છતાં દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ સાથે બેઠકો વહેંચવા તૈયાર થશે...? ના, કેજરીવાલ પહેલાથી જ વિપક્ષને બ્લેકમેલ કરી રહ્યા હતા.
સુશીલ મોદીએ પૂછ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ સાથે વિપક્ષની બેઠકમાં હાજરી આપી રહ્યા છે, પરંતુ શું તેઓ દિલ્હી અને પંજાબમાં જૂની પાર્ટી સાથે સીટ વહેંચણીનો સોદો કરશે. કેજરીવાલ ભલે આજે નીતિશ કુમારને મળવા ગયા હોય, પરંતુ શું તેઓ પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે સીટો છોડશે?
#WATCH ये देश के विपक्ष की बैठक नहीं है, ये बैठक देश को 140 करोड़ लोगों की जिंदगी और उनके हिफाजत के लिए है। बैठक बिहार को हमेशा अपमान की दृष्टि से देखने के खिलाफ है और अच्छी शुरुआत के लिए है...कांग्रेस भाजपा को हराने वाली अकेली पार्टी है, देश में कांग्रेस से अलग रहकर कोई भाजपा को… pic.twitter.com/nZ2isZG0Ha
— ANI_HindiNews (@AHindinews) June 23, 2023












Click it and Unblock the Notifications
