2019 લોકસભા ઈલેક્શન અંગે અમિત શાહનું મોટું નિવેદન
નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર બન્યા પછી મોદી ઘ્વારા એક રાષ્ટ્ર અને એક ચુનાવ અને વાત કરી.
નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર બન્યા પછી મોદી ઘ્વારા એક રાષ્ટ્ર અને એક ચુનાવ અને વાત કરી. આ અંગે તેમને ઘણા વિપક્ષી દળોને પણ સાથે આવવા માટે કહ્યું હતું. આવી પરિસ્થિતિમાં ધારણા કરવામાં આવી રહી હતી કે લોકસભા ઈલેક્શન વર્ષ 2019 પહેલા થઇ શકે છે. પરંતુ આ બધા જ સંભાવના ભાજપા અધ્યક્ષ અમિત શાહે નકારી દીધી છે. અમિત શાહને જયારે પૂછવામાં આવ્યું કે ભાજપા સરકાર 2019 પહેલા ઈલેક્શન કરાવવા માટે વિચાર કરી રહી છે, તેના જવાબમાં અમિત શાહે આ વાતની ચોખ્ખી ના પાડી હતી.

એક સાથે નહીં થાય ઈલેક્શન
આપણે જણાવી દઈએ કે લોકસભા ઈલેક્શન વર્ષ 2019 દરમિયાન થવા જઈ રહ્યા છે. તેવામાં એવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી હતી કે અન્ય રાજ્યો સાથે મળીને લોકસભા ઈલેક્શન સમય પહેલા પણ કરાવવામાં આવી શકે છે. ધારણા કરવામાં આવી રહી હતી કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સાથે લોકસભા ઈલેક્શન પણ આ વર્ષે થઇ શકે છે. આ સંભાવનાને વધારે જોર ત્યારે મળ્યું જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેટલીક જગ્યા પર એક ચુનાવ વિશે વિશે વકાલત કરતા હતા.

આજે બાકીના દળો રાજી હોય તો કાલે લાગુ કરી શકાય છે
અમિત શાહ ઘ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશ સામે એક સુઝાવ રાખ્યો છે, આ મુદ્દો સમય સાથે આગળ વધશે. જો બધા જ દળો તેને સમર્થન આપે તો આ મુદ્દો આગળ વધી શકે છે. ઈલેક્શન કમિશન ઘ્વારા પણ આ સુઝાવ સાંભળવામાં આવ્યો છે. એવી હાલતમાં બધા રાજી થાય પછી જ તેને આગળ વધારી શકાય. પરંતુ આ સંસદમાં થઇ શકે છે ગુપ્ત રીતે નહીં થઇ શકે.

દિલ્હીનો રસ્તો લખનવ થઈને જશે
કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં ભાજપની જીત અંગે ભરોષો અપાવતા અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રદેશમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે આવશે. એટલું જ નહીં પરંતુ યુપીમાં સપા અને બસપા સાથે આવવા પર અમિત શાહે જણાવ્યું કે અમને તેમનો જરા પણ ભય નથી. અમે 50 ટકા કરતા વધારે વોટ મેળવવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે. આ વખતે દિલ્હીનો રસ્તો લખનવ થઈને જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
