No Confidence Motion : અવિશ્વાસ પ્રસ્તાવને લઈને કોંગ્રેસનો ત્રણ લાઈનનો વ્હીપ જારી, ગુરૂવારે ચર્ચા થશેે
મણિપુરને સળગતુ છોડનારી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકાર સામે વિપક્ષોમાં ભારે રોષનો માહોલ છે. આ સ્થિતીમાં વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ નોટિસને મંજુરી મળતા જ કોંગ્રેસ વ્હીપ જારી કર્યો છે.
આ મુદ્દ વાત કરતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, આ કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ નથી પરંતુ INDIA ના ઘટક દળો દ્વારા સામૂહિક રીતે લાવવામાં આવ્યો છે.

મનીષ તિવારીએ કહ્યું કે, મણિપુરમાં છેલ્લા 83-84 દિવસથી પ્રવર્તી રહેલી પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે અને સમુદાયો વચ્ચે વિભાજન થઈ રહ્યુ છે. ત્યાં સરકાર નામની કોઈ વસ્તુ નથી. આ તથ્યોએ અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પાડી છે.
મનીષ તિવારીએ આગળ કહ્યું કે, સવાલ સંખ્યાનો નથી પરંતુ નૈતિકતાનો છે. મૂળ પ્રશ્ન એ છે કે જવાબદાર કોણ? જ્યારે ગૃહમાં આના પર મતદાન થશે તો નૈતિકતાની કસોટી પર કોણ ઊભું છે તે નક્કી થશે. સવાલ દેશની સુરક્ષાનો છે. કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવશે.
બીજી તરફ કોંગ્રેસે તેના રાજ્યસભાના સાંસદોને 27 જુલાઈએ સંસદમાં હાજર રહેવા ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે. આવતીકાલે સંસદમાં વિપક્ષી ગઠબંધન INDIA નું શક્તિ પ્રદર્શન પણ જોવા મળી શકે છે. ગુરૂવારે વિપક્ષી સાંસદો મણિપુરના મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવા માટે કાળા કપડા પહેરીને સંસદમાં પહોંચશે.
I.N.D.I.A के घटक दलों की सामूहिक मांग है कि सभी काम को एक तरफ रखते हुए कल ही इस प्रस्ताव के ऊपर, प्राथमिकता रखते हुए पर इस चर्चा होनी चाहिए: कांग्रेस सांसद मनीष तिवारी pic.twitter.com/oiMACXbhua
— ANI_HindiNews (@AHindinews) July 26, 2023
જણાવી દઈએ કે, કોંગ્રેસ સહિતના INDIA ગઠબંધનના તમામ વિપક્ષો સતત સંસદમાં હમલાવર અંદાજમાં જોવા મળી રહ્યા છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતા પર સતત આકરા પ્રહાર કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
