બિહારમાં ફરી મહાગઠબંધ સરકાર, નીતીશ કુમારે મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા!
નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. નીતિશ સાથે તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે રાબડી દેવી અને જીતન રામ માંઝી સહિત બિહારના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
પટના : નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. નીતિશ સાથે તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે રાબડી દેવી અને જીતન રામ માંઝી સહિત બિહારના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપથી અલગ થયા પછી નીતિશ કુમારે સાત પક્ષોના મહાગઠબંધન સાથે જવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેજસ્વી યાદવની આરજેડી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સામેલ છે.

નીતિશ કુમાર મંગળવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં આઠમી વખત સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નીતીશ કુમાર મંગળવારે બે વખત રાજ્યપાલને મળ્યા હતા. પ્રથમ વખત તેમણે એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરતી સરકારના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યુ, જ્યારે બીજી વખત મહાગઠબંધનના અન્ય સહયોગીઓ સાથે 64 ધારાસભ્યોના સમર્થનની યાદી સુપરત કરી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. બિહાર વિધાનસભામાં હાલ 242 સભ્યો છે અને બહુમતી માટે આંકડો 122 ઘારાસભ્યોની જરૂર પડે છે.
જેડીયુના પોતાના 45 ધારાસભ્યો છે અને તેને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. જ્યારે આરજેડી પાસે 79 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 19 છે, જ્યારે સીપીઆઈ-એમએલ પાસે 12 ધારાસભ્યો છે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના બે-બે ધારાસભ્યોએ પણ તેમને સમર્થન પત્રો આપ્યા છે. હિન્દુસ્તાની આવામ મોરચાના ચાર ધારાસભ્યો પણ નીતિશ સાથે છે.
અહીં તમને જણાવી દઈએ કે, નીતિશ કુમારે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સતત JDUમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે પાર્ટીના પૂર્વ નેતા આરસીપી સિંહ પર અમિત શાહના પ્યાદા તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
