PM મોદીના ડિનરમાં પ્રણવ મુખર્જી માટે નીતીશ કુમારે આપી હાજરી
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વિદાય સમારંભ તરીકે રાખવામાં આવેલ ડિનરમાં નીતીશ કુમાર પણ હાજર રહ્યાં હતા. વિપક્ષના તેઓ એક માત્ર સીએમ હતા, જે ડિનરમાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી માટે શનિવારે રાત્રે વિદાય સમારંભ આયોજીત કર્યો હતો. નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. હૈદ્રાબાદ હાઉસમાં આયોજીત આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આ તમામ વચ્ચે જેની હાજરી સૌના ધ્યાનમાં આવી, એ હતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર.

આ કાર્યક્રમમાં વિપક્ષના એકમાત્ર મુખ્યમંત્રી હતા નીતીશ કુમાર. આ વિદાય સમારંભમાં વિપક્ષના અનેક નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પ્રણવ મુખર્જીને સ્મૃતિ ચિહ્ન ભેટ આપ્યું હતું. પ્રણવ મુખર્જીએ હેદ્રાબાદ હાઉસની વિઝિટર બુક પર હસ્તાક્ષર કરી નોંધ લખી હતી.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ પ્રણવ મુખર્જી સંસદના સેન્ટ્રલ હોલમાં છેલ્લી વાર તમામ સંસદોને સંબોધિત કરશે. 25 જુલાઇના રોજ રામ નાથ કોવિંદ 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પીએમઓના સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં તમામ મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના મુખ્યમંત્રીઓની આ કાર્યક્રમમાં ભાગ લેવાની કોઇ યોજના નહોતી. મોટા ભાગના રાજ્યોના સીએમઓ અધિકારીઓએ કહ્યું હતું કે, ડિનર માટે રાજધાની જવાની કોઇ યોજના નથી, તો કેટલાકે કહ્યું કે તેમને કોઇ આમંત્રણ નથી મળ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
