Cyclone Nisarga: 120 કિમી પ્રતિ કલાકની ગતિએ મુંબઈના દરિયા કાંઠે ટકરાશે વાવાઝોડું
અલ્ફાન તોફાન બાદ દેશમાં વધુ એક તોફાન દસ્તક આપી આપવાની તૈયારીમાં છે. અલ્ફાન બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત તટથી ચક્રવાતી તોફાન નિસર્ગ ટકરાઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ અલ્ફાન તોફાન બાદ દેશમાં વધુ એક તોફાન દસ્તક આપી આપવાની તૈયારીમાં છે. અલ્ફાન બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત તટથી ચક્રવાતી તોફાન નિસર્ગ ટકરાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે સાઈક્લોન નિસર્ગને લઈ રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કરી દીધું છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે મુંબઈમાં અવરજવર બંધ કરી લેવામાં આવી છે. આજે બપોરે 2.30 વાગ્યે તોફાન નિસર્ગ મુંબઈના તટ પર ટકરાશે, તે સમયે વાવાઝોડાંની ગતિ 110થી 120 પ્રતિ કમી રહે તેવી ઉમ્મીદ છે.

મહારાષ્ટ્રમાં રેડ અલર્ટ, મુંબઈમાં અવરજવર બંધ
આજે બપોરે નિસર્ગ તોફાન મુંબઈના તટ પર ટકરાશે. જેને લઈ મુંબઈ અને આજુબાજુના વસ્તારોમાં 120 કિમી પ્રતિ કલાલની ગતિએ હવા ચાલશે. જણાવી દઈએ કે અગાઉ પણ મુંબઈમાં ચક્રવાતી તોફાન આવ્યાં છે, પરંતુ પતાના ઈતિહાસમાં પહેલીવાર દેશની આર્થઇક રાજધાની મુંબઈ એક મોટા તોફાનનો સામનો કરવા જઈ રહ્યું છે. તોફાનના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાય શહેરોમાં ભારે વરસાદ થશે. મુંબઈ, પાલઘર, અલીબાગ અને ઠાણેમાં આ મોટા તોફાનની સૌથી વધુ અસર જોવા મળશે.

મુંબઈ બ્લેકઆઉટ થઈ શકે છે
ચક્રવાતી તોફાન નિસર્ગના કારણે વીજળી કાપવામાં આવી શકે છે, જેને કારણે મુંબઈમાં બ્લેકઆઉટની સમસ્યા થઈ શકે છે. જ્યારે લોકોને પહેલાથી જ જરૂરી ઈંતેજામ કરવા માટે સલાહ આપવામા ંઆવી છે. લોકોને ઘરેથી બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે. નિસર્ગનો લેંડફોલ રાયગઢના અલીબાગમાં હોવાની આશંકા છે, જેને કારણે મુંબઈ, પાલઘર, ઠાણે અને રાયગઢ જિલ્લા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી બહુ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગ મુજબ આ તોફાનના કારણે સમુદ્રમાં 1-2 મીટર લહેર ઉઠી શકે છે.

અવરજવર રોકવામાં આવી
તોફાનના કારણે રેલવેએ 5 સ્પેશિયલ ટ્રેન રિશિડ્યૂઅલ કરી છે, જ્યારે 3 સ્પેશિયલ ડટ્રેનને ડાયવર્ટ કરવામાં આી છે. જ્યારે વિમાન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. તોફાન નિસર્ગને જોતા ઈન્ડિગો એરલાયન્સે આજે મુંબઈથી પોતાની અવતી જતી કેટલીક ફ્લાઈટો રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે આજે મુંબઈ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 વિમાન સંચાલિત થશે, જેમાં 11 વિમાન ઉડાણ ભરશે અને 8 વિમાન ઉતરશે.

3 અને 4 જૂન બહુ નાજુક
મહારાષ્ટ્રના મુખ્યમત્રી ઉદ્ધવ ઠાકરેએ લકોને અલર્ટ રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીના ચક્રવાતી તોફાનોથી આ નિસર્ગ તફાન વધુ તીવ્ર થઈ શકે છે. તેમણે કહ્યું કે 3 જૂન અને 4 જૂનની તારીખ મહારાષ્ટ્ર માટે બહુ નાજુક છે. તેમણે તમામ આર્થિક ગતિવિધિઓને ચક્રવાતી તફાનને પગલે આગલા 2 દિવસ રોકવાનો આદેશ આપ્યો છે.

તૈયારી શું છે
નિસર્ગથી નિપટવા માટે NDRFની ટીમ તૈયાર છે. એનડીઆરએફની સાથોસાથ પશ્ચિમ નેવીએ કમાન સંભાળી લીધી છે. ભારતીય તટરક્ષક બળ અલર્ટ પર છે અને માછીમારોને સમુદ્ર તટથી દૂર કરી રહ્યા છે. જ્યારે તોફાન નિસર્ગ આવતા પહેલા મુંબઈના ઘાટકોપર અને કુર્લા વિસ્તારોમાં તેજ વરસાદ શરૂ થઈ ગઈ છે. સરકારને ચક્રવાત નિસર્ગના કારણે ન્યૂક્લિયર અને કેમિકલ પ્લાન્ટ્સની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. અહીં અત્યાર સુધી એનડીઆરએફની 15 ટીમ તહેનાત કરવામાં આવી ચૂકી છે.
Cyclone Nisarga Live: પીએમ મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
