નિર્ભયા કેસઃ તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી, ‘હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયા
તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર છે.
નિર્ભયા કેસના ચારે ગુનેગારોનુ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યુ છે, જે મુજબ ચારે હેવાનોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાના છે. ચારમાંથી બે દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. બીજી તરફ તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર છે.

‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી
18,000 કેદીઓવાળી ભારતની સૌથી મોટી જેલમાં સૌથી સંરક્ષિત કેદીઓમાં મુંબઈના અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન, દિલ્લા ડૉન નીરજ બવાના કે બિહારના રાજનેતા મોહમ્મદ શહાબુદ્દીન નથી પરંતુ નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસના ચારે દોષી છે જેમને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની છે. જેલ અધિકારીઓએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે દોષી મુકેશ સિંહ (32), પવન કુમાર ગુપ્તા (25), અક્ષય ઠાકુર (31) અને વિનય શર્મા (26)ને 16 જાન્યુઆરીના રોજ તિહારની જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ફાંસી આપવામાં આવશે, તેઓ હાલમાં ‘સુસાઈડ વૉચ' પર છે, તિહાર જેલમાં આવુ ક્યારેય જોવામાં આવ્યુ નથી.

દરેક સેલમાં લાગ્યા છે બે સીસીટીવી કેમેરા
ચાર દોષીતોને જેલમાં હાઈ રિસ્ક વૉર્ડના એક ભાગમાં અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. રહેવાની જગ્યા લગભગ 6 ફૂટ 8 ઈંચ છે, કોઈ લોખંડની રેલિંગ કે બીમ ઉપરના ભાગમાં નથી. સેલનો કોઈ પણ ભાગ કોઈ કપડાથી ઢાકી શકાય તેમ નથી. ચોવીસે કલાક બે ગાર્ડ ફરજ પર તૈનાત હોય છે અને અહીં સુધી કે જ્યારે કેદી અટેચ શૈચાલયનો યુઝ કરે તો તેમનુ માથુ દેખાય છે. સેલની બે વાર ચેકિંગ થાય છે. દરેક સેલમાં બે સીસીટીવી કેમેરા મોનિટરીંગ માટે લગાવવામાં આવ્યા છે.

લાઈવ ફિડનુ નિરીક્ષણ થાય છે દરેક પળ
કંટ્રોલ રૂમમાંથી દર વખતે લાઈવ ફીડનુ નિરીક્ષણ કરવામાં આવે છે. ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કર્યા બાદ 1 ફેબ્રુઆરીના રોજ તિહાર જેલમાં ફાંસી આપવાની છે. આ પહેલા ચાર દોષિતોમાંથી એક વિનયે શુક્રવારે દિલ્લીની અદાલતને અપીલ કરી હતી કે તે તિહાર જેલના અધિકારીઓને નિર્દેશ આપે કે તેને 170 પાનાંની અંગત ડાયરી સોંપવામાં આવે. વિનયે કોર્ટને અપીલ કરી છે કે તેની અંગત ડાયરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે દયા અરજી સાથે મોકલવામાં આવે.

ચારેને આપવાની છે તિહાર જેલમાં ફાંસી
સાત વર્ષ પહેલા દિલ્લીના ગેંગરેપ-મર્ડર કેસમાં કોર્ટે ચારે દોષિતોને મોતની સજા સંભળાવી છે. આ ચારેને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવાની છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં દિલ્લીમાં 6 નરાદધમોએ ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો. દૂર્ઘટના સમયે પીડિતાનો દોસ્ત પણ બસમાં હતો. દોષિતોએ લોખંડની રૉડથી પીડિતાપર વાર કર્યો હતો. ત્યારબાદ પીડિતા અને દોસ્તને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ પીડિતાએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
