Ram Navami Violence : NIA કરશે રામ નવમી હિંસા કેસની તપાસ, કલકત્તા હાઇકોર્ટનો નિર્ણય
Ram Navami Violence : ગત દિવસોમાં પશ્ચિમ બંગાળના હાવડા અને દલખોલા સહિત અન્ય વિસ્તારોમાં રામ નવમી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવી છે. હવે રામ નવમી હિંસા કેસની તપાસ NIA કરશે.
કલકત્તા હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય એજન્સી NIAને તપાસ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામ નવમી દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડામાં છેલ્લા દિવસોમાં હિંસા થઈ હતી. બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ હિંસા દરમિયાન અનેક દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્ચિમ બંગાળમાં હિંસા દરમિયાન સરકારી વાહનો સહિત ખાનગી સંપત્તિને નુકસાન થયું હતું. આ પછી સુરક્ષાકર્મીઓએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
કલકત્તા હાઈકોર્ટ દ્વારા ગુરુવારના રોજ NIAને આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ પોલીસને આ હિંસાની તપાસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો NIAને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રે નોંધનીય બાબત છે કે, ભાજપ ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં રામ નવમી પર થયેલી હિંસાની તપાસ NIA ને સોંપવાની માંગ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
