Next PM Of India : નરેન્દ્ર મોદી પછી ભારતના આગામી વડાપ્રધાન કોણ? સર્વેએ લોકોને ચૌકાવ્યા
Next PM Of India : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકપ્રિય નેતાઓમાંના એક છે. હાલમાં જ UPUK દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ઘણા રસપ્રદ તારણો સામે આવ્યા છે કે મોદી પછી વડાપ્રધાન પદ માટે લોકો કોને પસંદ કરી રહ્યા છે.
આ સર્વેમાં લોકોને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નામ સામેલ હતા. આ સર્વેક્ષણમાં, લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પરિણામો આશ્ચર્યજનક હતા.

સર્વેમાં ભાગ લેનારા 84% લોકોએ યોગી આદિત્યનાથને મોદીના અનુગામી તરીકે પસંદ કર્યા છે. એક કડક પ્રશાસક અને હિન્દુત્વના પ્રતીક તરીકે તેમની છબીને કારણે લોકો તેમને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય માને છે.
આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ બીજા સ્થાને છે. 12% લોકોનું માનવું છે કે તેઓ મોદી પછીના વડાપ્રધાન પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. વડાપ્રધાન મોદીના જમણા હાથ તરીકે ઓળખાતા શાહની પાર્ટી પર મજબૂત પકડ છે, જેના પર જનતાને વિશ્વાસ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને 4% લોકોએ વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ગણાવ્યા છે. તેમની સ્વચ્છ છબી અને કાર્યક્ષમ કાર્યશૈલી તેમને અલગ પાડે છે, પરંતુ તેઓ આ યાદીમાં ટોચના બે નામોથી પાછળ રહ્યા છે.
આ સર્વેનું એક વધુ રસપ્રદ પાસું એ હતું કે 52% લોકો હજુ પણ માને છે કે વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી જ ચાલુ રહેવા જોઈએ. આ સર્વે 1 જુલાઈ 2025 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
