News18 Opinion Poll Results: મતદારોએ વડાપ્રધાન મોદી પર વ્યક્ત કર્યો વિશ્વાસ, જાણો સર્વેના આંકડા
News18 Opinion Poll Results: લોકસભા ચૂંટણી-2024 માટે નોટિફિકેશન કોઈપણ દિવસે જાહેર થઈ શકે છે. આ પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ અને INDIA સીધી સ્પર્ધા થવાની સંભાવના છે. આ બધાની વચ્ચે News18's Mega Opinion Poll Results જાહેર કર્યો છે.
વર્તમાન યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતિમાં મેગાસ્ટારની છબી ધરાવે છે, પરંતુ શું મતદારો વડાપ્રધાન મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને જ મતદાન કરે છે? ઉમેદવાર કોણ છે, તેનાથી કોઈ ફરક પડે છે? દેશના સૌથી મોટા ઓપિનિયન પોલમાં આ સાથે જોડાયેલા સવાલના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ જ બોલે છે.

તેમની તમામ યોજનાઓના નામ ગુંજી ઉઠે છે. યોજનાઓના લાભાર્થીઓ ખુલ્લેઆમ વડાપ્રધાન મોદીના વખાણ કરે છે, પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓ છે, જે કોઈપણ ચૂંટણીના પરિણામને નક્કી કરે છે. જેમ કે રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર.
દેશના સૌથી મોટા ઓપિનિયન પોલમાં જનતાએ આ મુદ્દાઓ પર રસપ્રદ જવાબો આપ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારું જીવન વધુ સારું બનાવવા માટે તમે કયા નેતા પર વિશ્વાસ કરો છો? તેથી પરિણામો આ રીતે સામે આવ્યા છે.
- A.નરેન્દ્ર મોદી- 59 ટકા
- B. રાહુલ ગાંધી - 21 ટકા
- C. અરવિંદ કેજરીવાલ- 9 ટકા
- D. મમતા બેનર્જી- 9 ટકા
- E. 2 ટકા કહી શકતા નથી
આ સમગ્ર સર્વેમાં સૌથી મોટા નમૂનાનું કદ 1,18,616 હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે, દેશભરના આટલા લોકોના અભિપ્રાય એક સાથે લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ જ આ ઓપિનિયન પોલના પરિણામો તૈયાર કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
