આ અઠવાડીએ શાહ બની જશે ભાજપા અધ્યક્ષ
નવી દિલ્હી, 8 જુલાઇ: ભાજપ આ અઠવાડીએ નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે, સૂત્રો અનુસાર 9 અથવા 11 તારીખે અમિત શાહના નામ પર મહોર લગાવી શકે છે સંસદીય બોર્ડ. ભાજપના હાલના અધ્યક્ષ રાજનાથ સિંહ ગૃહમંત્રી બની ચૂક્યા છે. એવામાં અધ્યક્ષ પદની જવાબદારી કોઇ અન્ય નેતાઓને સોંપાવાની હતી. આ પદ માટે અમિત શાહના નામની પણ ચર્ચા હતી.
અત્રે નોંધનીય છે કે અમિત શાહ મોદીના ખૂબ જ ખાસ માનવામાં આવે છે, અને લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીને ભારે સફળતા અપાવવામાં શાહની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. એવામાં પાર્ટીમાં તેમને મોટી જવાબદારી સોંપાઇ શકે છે.
અમિત શાહ ઉપરાંત જેપી નડ્ડા અને ઓપી માથુર પણ ભાજપ અધ્યક્ષ પદની દૌડમાં સામેલ હતા. પરંતુ બાજી અમિત શાહના હાથમાં જ રહી. કહેવામાં આવી રહ્યું છે કે નડ્ડાએ ખુદ મહાસચિવ પદ પર બની રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
અન્ય સમાચારોમાં આજે મોદી સરકાર પોતાનું પહેલું રેલવે બજેટ રજૂ કરવા જઇ રહ્યું છે. જેમાં રેલમંત્રી સદાનંદ ગૌડા રેલવેના સુધારા માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે, તેમજ નવી ટ્રેન અંગેની પણ જાહેરાત કરી શકે છે. જોકે પ્રજાને આ રેલ બજેટ થકી મોદી સરકાર ખુશ કરી શકશે કે નહીં એતો દિવસ ઢળતા જ માલૂમ પડી જશે.
આજના દિવસના અન્ય સમાચારો પર નજર રાખવા આ પેજને રિફ્રેસ કરતા રહો....

-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
