દલિત યુવક સાથે લગ્ન કર્યા તો નારાજ પિતાએ કાપી દીધા દીકરીના હાથ
દલિત યુવક સાથે લગ્ન કરવા પર એક પિતા પોતાની દીકરી પર એટલી હદે નારાજ થયા કે તેમણે દીકરીના હાથ કાપી દીધા.
દલિત યુવક સાથે લગ્ન કરવા પર એક પિતા પોતાની દીકરી પર એટલી હદે નારાજ થયા કે તેમણે દીકરીના હાથ કાપી દીધા. એટલુ જ નહિ આરોપી પિતાએ પોતાના જમાઈ પર પણ હુમલો કરીને તેને પણ ઘાયલ કરી દીધા. આ ખતરનાક ઘટના તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં થઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આરોપી પિતા પોતાની દીકરીના આ લગ્નની વિરુદ્ધમાં હતા. જેવા તેને સમાચાર મળ્યા કે દીકરીએ તેની વિરુદ્ધ જઈ દલિત યુવક સાથે લગ્ન કર્યા છે તો તેનો ગુસ્સો ભડકી ગયો. પહેલા તેણે દારુ પીધો અને બાદમાં નશાની હાલતમાં તેણે પોતાની દીકરી પાસે ધારદાર હથિયાર સાથે પહોંચ્યો અને તેના હાથ કાપી દીધા. તેણે પોતાની દીકરીના ચહેરા પર પણ વાર કર્યા. હાલમાં પીડિત યુવતી હોસ્પિટલમાં છે અને તેની હાલત ગંભીર છે.

દીકરીના લગ્નથી ખુશ નહોતા પિતા
હૈદરાબાદની બંજારા હિલ્સ પોલિસે જણાવ્યુ કે સમગ્ર મામલો બપોરનો છે. દીકરી પર હુમલો કરનાર આરોપી પિતા 42 વર્ષીય મનોહર ચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ તેના સંબંધીના ઘરેથી બુધવારે સાંજે થઈ છે. પોલિસે જણાવ્યુ કે 20 વર્ષીય માધવી ચારીએ 22 વર્ષીય બી સંદીપ સાથે આંતર જાતીય લગ્ન કર્યા. માધવીના પિતા મનોહર ચારી આ સંબંધની વિરુદ્ધમાં હતા.

12 સપ્ટેમ્બરે દીકરીએ પ્રેમી સાથે કર્યા હતા લગ્ન
માધવી ઓબીસી સમાજની છે અને બી સંદીપ દલિત સમાજમાંથી આવે છે. બંને લગભગ પાંચ વર્ષથી રિલેશનમાં હતા અને છેવટે તેમણે લગ્નની યોજના બનાવી લીધી. સંદીપના પિતાનું નિધન થઈ ચૂક્યુ છે અને તે કોલેજ સ્ટુડન્ટ છે. માધવીના પિતાને જ્યારે ખબર પડી તો તેમણે આ લગ્નનો વિરોધ કર્યો. તેમછતાં 12 સપ્ટેમ્બરે માધવી અને સંદીપે બોલારૂમના એક મંદિરમાં ચોરીછૂપે લગ્ન કરી લીધા.

આરોપી પિતાએ મળવા માટે બોલાવ્યા પછી કર્યો હુમલો
પોલિસે જણાવ્યુ કે માધવીના પિતા મનોહર ચારીને જ્યારે તેમના લગ્નની વાત ખબર પડી તો તેમણે બપોરે પોતાની દીકરીને ફોન કર્યો અને પતિ સાથે મળવા માટે બોલાવી. બંને નવવિવાહિત યુવક સ્કૂટી પર એરાગડ્ડા વિસ્તારમાં એક થિયેટર પર મળવા માટે પહોંચ્યા. લગભગ 3.15 વાગે માધવીના પિતા બાઈકથી ત્યાં પહોંચ્યા અને ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે મનોહર ચારીએ પહેલા યુવક પર હુમલો કર્યો. બાદમાં પોતાની દીકરી પર હુમલો કર્યો અને તેનો ડાબો હાથ કાપી દીધો. ત્યારબાદ તેની દીકરીના ચહેરા પર પણ હુમલો કર્યો. આ દરમિયાન માધવી સતત બૂમો પાડતી રહી, મને ના મારો.

પોલિસે આરોપી પિતાની કરી ધરપકડ
પોલિસે જણાવ્યુ કે મનોહર પોતાની દીકરી પર ફરીથી હુમલો કરવાનો જ હતો કે કોઈએ તેને પાછળથી આવીને ધક્કો મારી દીધો. જેના કારણે આરોપી પડી ગયો અને પછી ઘટના સ્થળેથી ભાગી ગયો. બીજી તરફ માધવી ઈજાના કારણે જમીન પર પડી ગઈ. પોલિસે જણાવ્યુ કે પીડિત યુવતીની હાલત ગંભીર છે અને યુવકના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલિસે મનોહર ચારી પર હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે તેલંગાનામાં સતત આવી બીજી આવી ઘટના છે જ્યારે એક પિતાએ આ રીતે દલિત વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ આવુ ભયાનક પગલુ લીધુ હોય. આ પહેલા તેલંગાનામાં જ એક યુવતીના પિતાએ પોતાના જમાઈની નિર્મમતાથી હત્યા કરી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
