New Traffic Rules: ટ્રાફિક નિયમોમાં ફેરફાર, નિયમ તોડ્યા તો ભરવો પડશે મોટો દંડ
New Traffic Rules: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે, અને તેની સાથે જ ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારી પાસે ટુ-વ્હીલર છે, અને તમે દરરોજ ઘરેથી ઓફિસ જાવ છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે.
અત્રે નોંધનીય બાબત છે કે, હવે સ્કૂટર કે બાઇક ચલાવતી વખતે તમારી પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું પડશે. હા, મોટર વ્હીકલ એક્ટ હેઠળ, પીલિયન સવાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના જજોએ આજેટ્રાફિક નિયમો અંગે સુનાવણી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ આંધ્રપ્રદેશના મોટા શહેર વિશાખાપટ્ટનમમાં આજથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે.
હવે, બાઇક ચલાવતી વખતે, પીલિયન સવારે હેલ્મેટ પહેરવું પડશે. શહેરમાં વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના મુદ્દાને ગંભીરતાથી લેતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, હજુ પણ લોકો હેલ્મેટ પહેરી રહ્યા નથી. આ સાથે ટૂ-વ્હિલર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
હેલ્મેટ પહેરવા અંગે બેદરકારી રાખવી જોઇએ નહીં. આ સાથે હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવવું જોઈએ. આ સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાતપણ હેલ્મેટ પહેરવાનો આદેશ કરાવવામાં આવ્યો છે.
નોંધનીય બાબત છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ વાહનચાલકો વિવિધ કારણો જણાવીને હેલ્મેટ પહેરવાથી બચતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે, ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
