New Parliament : નવુ સંસદ ભવન તૈયાર, 28 મેંના રોજ લોકાર્પણ કરાઈ શકે

દેશનું નવુ સંસદ ભવન બનીને તૈયાર થઈ ગયુ છે અને હવે બહુ જલ્દી તેનું લોકાર્પણ થઈ શકે છે. સમાચારો અનુસાર, 28 મેંના રોજ પીએમ મોદી આ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરી શકે છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું કામકાજ ચાલી રહ્યુ છે. સુત્રો અનુસાર, ઉદઘાટન મેના અંતમાં થઈ શકે છે. અગાઉ અહેવાલો આવ્યા હતા કે, ઉદઘાટન કાર્યક્રમ 26 મેના રોજ યોજાઈ શકે છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં શપથ લીધા હતા.

New Parliament

સેન્ટ્રલ વિસ્ટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 64,500 ચોરસ મીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલી નવી ઇમારતમાં 1,224 સાંસદો બેસશે અને આ ચાર માળનું છે. લોકસભા હોલમાં 888 અને રાજ્યસભા હોલમાં 384 સાંસદો બેસી શકે છે.

ત્રિકોણાકાર ઇમારતનું બાંધકામ 15 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું હતું અને ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. 970 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સંસદ ભવનમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામના ત્રણ મુખ્ય દરવાજા છે.

નવા સંસદ ભવનમાં સૌથી મોટુ આકર્ષણ બંધારણ હોલ છે. આમાં દેશના લોકશાહીના વારસાને દર્શાવાશે. અહીં ભારતના મૂળ બંધારણની નકલ હોલમાં રાખવામાં આવી છે. નવા સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના અન્ય વડાપ્રધાનોની તસવીરો હશે.

કોણાર્કના સૂર્ય મંદિરના ચક્રના મોડલ સાથે બિલ્ડિંગમાં કૌટિલ્યનું ચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. ઔપચારિક ઉદ્ઘાટન ટૂંક સમયમાં અપેક્ષિત છે પરંતુ આગામી ચોમાસુ સત્ર નવા સંસદ ભવનમાં યોજાય તેવી સંભાવના નહિવત છે. સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંતમાં નવા બિલ્ડિંગમાં G20 દેશોની સંસદના અધ્યક્ષોની બેઠક યોજવા પર વિચાર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X