નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લાઈવ અપડેટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને આજે નવું સંસદ ભવન સમર્પિત કરવા જઈ રહ્યા છે. વૈદિક વિધાન સાથે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા અર્ચના બાદ પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવી, જેને પીએમ મોદીએ સંસદની નવી બિલ્ડિંગમાં સ્થાપિત કર્યું. આ પહેલાં શુક્રવારે પીએમ મોદીએ નવનિર્મિત સંસદ ભવનનો એક વીડિયો શેર કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓએ આ ઉદ્ઘાટન કાર્યક્રમથી દૂરી બનાવતાં બહિષ્કાર કર્યો છે, જ્યારે ભાજપ સાથે 25 રાજનૈતિક પાર્ટીઓ આ કાર્યક્રમમાં સામેલ થશે.

PM Modi

May 28, 2023, 11:05 am IST

સેંગોલ સ્થાપિત કરતી વખતેની પીએમ મોદીની અદ્ભુત તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઇમારતની અંદર સેંગોલ સ્થાપિત કર્યું હતું. જેની અદભુત તસવીરો હવે સામે આવી છે.
May 28, 2023, 10:38 am IST

દેશના વિકાસ માટે એક થઈને કામ કરવું જોઈએઃ હિમાલયન બૌદ્ધ સાંસ્કૃતિક સંઘના પ્રમુખ

હિમાલયન બુદ્ધિસ્ટ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ લામા ચોસ્ફેલ જોત્પાએ જણાવ્યું હતું કે, “આજે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી. મેં બૌદ્ધ ધર્મની પરંપરાની પ્રાર્થના કરી. બધાએ એક થઈને દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ અને રાજકારણને બાજુ પર રાખવું જોઈએ.
May 28, 2023, 10:37 am IST

વિપક્ષ વિના નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન અધુરુંઃ સુપ્રિયા સુલે

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર એનસીપીનાં નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, "નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વિપક્ષ વિના પૂર્ણ ન થઈ શકે, તેનો અર્થ એ છે કે દેશમાં લોકશાહી નથી." આ એક અધૂરો પ્રોગ્રામ છે. 3 દિવસ પહેલા અમને WhatsApp પર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેઓ વિપક્ષના નેતાઓનો ફોન પર સંપર્ક કરી શકતા હતા. જૂના સંસદ ભવન સાથે અમારી યાદો જોડાયેલી છે. આપણે બધા જૂના સંસદ ભવનને પ્રેમ કરીએ છીએ, તે ભારતની આઝાદીનો વાસ્તવિક ઈતિહાસ છે. પરંતુ હવે અમારે નવા સંસદ ભવન જવું પડશે.
May 28, 2023, 10:35 am IST

સર્વધર્મ પ્રાર્થનામાં ભાગ લેનાર જૈન મુનિએ શું કહ્યું?

નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત સર્વધર્મ પ્રાર્થનામાં ભાગ લેનાર જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ કહ્યું, “આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. સેંગોલને યોગ્ય સ્થાન મળ્યું છે. આજે તમામ પરંપરાઓની પ્રાર્થના કરવામાં આવી છે.
May 28, 2023, 10:34 am IST

બહિષ્કાર કરનાર પાર્ટીઓ પર પ્રહાર

બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું, "ભલે તમામ પક્ષોના લોકોએ આજે ​​બિલ્ડિંગનો બહિષ્કાર કર્યો છે, પરંતુ આવતીકાલે ત્યાં ગૃહની કાર્યવાહી ચાલુ રહેવાની છે. શું રાષ્ટ્રીય જનતા દળે નિર્ણય લીધો છે કે તેઓ નવા સંસદ ભવનનું કાયમી ધોરણે બહિષ્કાર કરશે? શું તેઓ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપશે?
May 28, 2023, 8:43 am IST

સર્વ-ધર્મ પ્રાર્થના

નવા સંસદ ભવનમાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહી છે. ગણતરીની પળો પહેલાં જ પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે.
May 28, 2023, 8:42 am IST

સંસદ ભવન બનાવનાર શ્રમિકો સમ્માનિત

નવાં સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવું સંસદ ભવન બનાવવામાં યોગદાન આપનાર તમામ શ્રમિકોને સમ્માનિત કર્યા
May 28, 2023, 8:32 am IST

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, આ દરમિયાન તેમની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા.
May 28, 2023, 8:32 am IST

સર્વ ધર્મ પ્રાર્થના સમારોહ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેબિનેટ મંત્રીઓ સાથે પીએમ મોદી નવા સંસદ ભવનમાં આયોજિત સર્વ-ધર્મ પ્રાર્થના સમારોહમાં સામેલ થયા.
May 28, 2023, 8:30 am IST

પૂજા બાદ પીએમ મોદીને ઐતિહાસિક સેંગોલ સોંપવામાં આવ્યું. અધીનમના પુજારીએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું.
May 28, 2023, 8:30 am IST

સેંગોલ લઇને પહોંચ્યા પીએમ મોદી

પીએમ મોદી સેંગોલ લઈને સંસદની નવી બિલ્ડિંગમાં પહોંચ્યા. આખા વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમ મોદી સંસદની નવી બિલ્ડિંગમાં પહોંચ્યા.
May 28, 2023, 8:29 am IST

પીએમ-સ્પીકરે પૂજા શરૂ કરી

સંસદની નવી બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પૂજા અર્ચના કરી. આ પૂજા એક કલાક સુધી ચાલશે.
May 28, 2023, 8:28 am IST

પીએમ મોદીનો આભાર

આ ઐતિહાસિક દિવસ છે જ્યારે પીએમ મોદી દેશને નવી આધુનિક બિલ્ડિ્ંગ સોંપશે. હું મારી કૃતજ્ઞતા તેમને અર્પિત કરું છું, કે જેમણે દેશવાસીઓની ઈચ્છા પૂરી કરી. આ ક્ષણ પર આપણને ગર્વ હોવો જોઈએ- સર્વાનંદ સોનેવાલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X