New Governors : 9 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 9 રાજ્યોના નવા ગવર્નરની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોનો સમાવેશ છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

આ સિવાય ગુલાબ ચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો રાજ્ય પ્રમાણે વાત કરીએ તો આ આદેશ બાદ કુલ 9 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા છે. 6 નવી નિમણૂંકો કરવામાં આવી છે. 3ના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ કટારિયાનું સ્થાન લીધું છે, જેમને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે.
પ્રેસ રિલીઝ અનુસાર, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
રાધાકૃષ્ણનના સ્થાને સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ બનાવાયા છે.
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ અને સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સિવાય કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિમણૂંકો તેમની સંબંધિત કચેરીઓનો ચાર્જ સંભાળવાની તારીખથી પ્રભાવી થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
