છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.96 લાખથી વધુ નવા કેસ, 3511 દર્દીએ તોડ્યો દમ

મંગળવારે જારી થયેલા આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,96,427 નવા કેસ સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના મહામારીની ગતિમાં પહેલા કરતા ઘટાડો થયો છે. મંગળવારે જારી થયેલા આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,96,427 નવા કેસ સામે આવ્યા છે અને 3511 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,69,48,874 પહોચી ગઈ છે અને મોતનો આંકડો 3,07,231 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 3,26,850 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 25,86,782 છે. વળી, ભારતમાં અત્યાર સુધી 19,85,38,999 લોકોને રસી મૂકવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 24,30,236 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે.

coronavirus

એટલુ જ નહિ કાલ સુધી ભારતમાં 20,58,112 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધી કુલ 33,25,94,176 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે 42 દિવસ બાદ દેશમાં બે લાખથી ઓછા નવા કોરોના કેસ સામે આવ્યા છે કે જે રાહતના સંકેત છે.

આરોગ્ય મંત્રાલયે શું કહ્યુ?

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કાલે મીડિયા સાથે વાત કરીને માહિતી આપી હતી કે જિલ્લા સ્તરે પણ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે 3 મે સુધી જે રિકવરી રેટ 81.7 ટકા હતો તે હવે વધીને 88.7 ટકા થઈ ગયો છે.

રાજધાની દિલ્લીમાં ઘટ્યા કોરોના કેસ

સોમવારે રાજધાની દિલ્લીમાં પણ કોરોનાના 1550 કેસ સામે આવ્યા હતા કે જે રવિવારની તુલનામાં ઘણા ઓછા હતા. દિલ્લીમાં હાલમાં સક્રિય કેસ 24578 કેસ છે. વળી, દિલ્લીાં સંક્રમણનો દર 2.52 ટકા પહોંચી ગયો છે. વળી, રિકવરી રેટ 96.61 ટકા થઈ ગયો છે કે જે રાહતના સંકેત છે. તમને જણાવી દઈએ કે 30 માર્ચ બાદ સોમવારે કોરોનાના સૌથી ઓછા કેસ દિલ્લીમાં નોંધવામાં આવ્યા હતા. જો કે દિલ્લીમાં એક સપ્તાહ માટે લૉકડાઉન ફરીથી લંબાવવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X