NEET Paper Leak Case: નીટની પરિક્ષા ફરીથી થવાનું લગભગ નક્કી? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

NEET Paper Leak Case: ભ્રષ્ટાચારમાં લિપ્ત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં એક પછી એક પેપર ફૂટી રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો છે. કોર્ટે આકરૂ વલણ અપનાવતા સરકાર પાસે ઘણા જવાબ માંગ્યા છે.

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ એટલે કે નીટ પરીક્ષા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે.

NEET Paper Leak Case

બંને પક્ષોની દલીલો સાંભળીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પુનઃપરીક્ષા ત્યારે જ વિચારી શકાય જ્યારે એ સાબિત થાય કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોય.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમની આગેવાની હેઠળની બેન્ચે NEET-UG RE પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને ગેરરીતિઓ સંબંધિત 40 થી વધુ અરજીઓની સુનાવણી શરૂ કરી રહ્યાં હતા.

સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડાને કહ્યું કે, તે સાબિત કરવું જોઈએ કે આટલા મોટા પાયા પર પરીક્ષામાં અનિયમિતતા થઈ છે.

જેના કારણે સમગ્ર પરીક્ષા રદ કરવી જોઈએ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, 23 લાખ ઉમેદવારોમાંથી માત્ર 1 લાખને જ પ્રવેશ મળશે, અમે વારંવાર પરીક્ષાનો આદેશ આપી શકતા નથી. નક્કર આધારો પર જ પુનઃપરીક્ષા થવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X