NCP અધ્યક્ષ શરદ પવાર અને બળવો કરનાર પ્રફૂલ્લ પટેલના આ ફોટાથી ઘણી અટકળો થઈ શરુ
Sharad Pawar And Praful Patel: સંસદના 5 દિવસીય વિશેષ સત્રમાં મંગળવારે દેશને નવી સંસદ મળી. આ સાથે મોદી સરકારે મહિલા અનામત બિલને લોકસભામાં રજૂ કર્યું, જેને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે.
મહિલા અનામત બિલની રજૂઆત દરમિયાન નવી સંસદના પહેલા જ દિવસે લોકસભામાં ભારે હોબાળો થયો હતો અને તે જ સમયે એક તસવીર જોવા મળી હતી જેણે ફરી એકવાર નવી અટકળોને જન્મ આપ્યો છે.

એનસીપીના પ્રમુખ શરદ પવાર અને તેમના જૂના વિશ્વાસુ મિત્ર પ્રફુલ પટેલની આ તસવીર હતી જેમણે એનસીપી સામે બળવો કર્યો હતો અને અજિત પવાર સાથે ગયા હતા. તસવીરમાં, શરદ પવાર અને પ્રફુલ્લ નવા સંસદ ભવનમાં હસતાં અને સાથે પોઝ આપતાં જોવા મળ્યાં હતાં. આ બંનેનો ફોટો પ્રફુલ પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે જુલાઈની શરૂઆતમાં, શરદ પવારના ભત્રીજા અજિત પવાર ઘણા NCP ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં જોડાયા હતા, ત્યારબાદ તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અજિત પવારની સાથે NCPના વરિષ્ઠ નેતાઓમાં છગન ભુજબળ અને પ્રફુલ્લ પટેલના નામ પણ સામેલ હતા. બાદમાં પ્રફુલ પટેલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળશે તેવી પણ ચર્ચા થઈ હતી.
અજિત પવારના આ પગલા બાદ એનસીપી બે છાવણીમાં વહેંચાઈ ગઈ અને મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાની ગઠબંધન પર સંકટના વાદળો દેખાવા લાગ્યા. જો કે, શરદ પવારે સ્પષ્ટ કહ્યું કે આ અજિત પવાર અને પાર્ટીના એવા ધારાસભ્યોનો વ્યક્તિગત નિર્ણય છે, જેમના પર કેન્દ્રીય એજન્સીઓ દબાણ બનાવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ હજુ પણ મહા વિકાસ આઘાડીની સાથે છે. હવે શરદ પવારની પ્રફુલ પટેલ સાથેની તસવીરે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
An electrifying day at the new Parliament House! The Rajya Sabha Chamber is a marvel, and sharing this moment with Hon’ble Sharad Pawar Saheb makes it even more special. And now, savoring some snacks and camaraderie with friends in the cafeteria - truly a day to remember! 🇮🇳… pic.twitter.com/Z1J105wHn9
— Praful Patel (@praful_patel) September 19, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
