આર્યન ખાને ડ્રગ કેસમાં NCB અધિકારી સસ્પેન્ડ, આ છે કારણ!
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદને "શંકાસ્પદ પ્રવૃત્તિઓ" માં સંડોવાયેલા હોવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુંબઈ, 13 એપ્રિલ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન પ્રસાદ, જેને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ડ્રગ કેસની તપાસ કરી હતી તેને "શંકાસ્પદ પ્રવૃત્તિઓ" માં સંડોવાયેલા હોવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCBની વિજિલન્સ ટીમ દ્વારા ચાલી રહેલી તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને "શંકાસ્પદ પ્રવૃત્તિ"માં સામેલ હતા અને જેના કારણે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઓફિસર વિશ્વ વિજય સિંહ ક્રુઝ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી હતા, જ્યારે આશિષ રંજન પ્રસાદ કેસમાં તેમના ડેપ્યુટી હતા. સસ્પેન્શનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેની ભૂમિકા માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. NCB ટીમ સામે ખંડણીના આરોપો બાદ ક્રુઝ ડ્રગ્સ કેસ સહિત પાંચ કેસ NCB SITને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સ્તરના અધિકારી હેઠળ તકેદારી તપાસ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં સિંહ અને પ્રસાદ સહિત અનેક અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આર્યન ખાનને NCBએ ગયા વર્ષે 3 ઓક્ટોબરે મુંબઈના ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર દરોડા પાડીને ધરપકડ કરી હતી. મુંબઈથી ગોવા સુધીના કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા દરમિયાન ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ 13 ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ચરસ અને 22 MDMA/એક્સ્ટસી ગોળીઓ જપ્ત કરી હતી.
આ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી આર્યન ખાન સહિત 18 હાલ જામીન પર બહાર છે. અભિનેતાના પુત્ર પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 8C, 20B, 27 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
