પ્રેમે ખૂંખાર માઓવાદીને રાક્ષસમાંથી બનાવી દિધો માનવ
ગઢચિરૌલી, 26 નવેમ્બર: ''ગુસ્સો પોતાનાઓને પણ પારકા બનાવી દે છે પરંતુ પ્રેમ રાક્ષસને પણ માણસ બનાવી દે છે, આ તો તે બલા સાહેબ! જે પથ્થરને પણ ભગવાન બનાવી દે છે.'' જી હાં તેનો સૌથી તાજું અને જ્વલંત ઉદાહરણ મહારાષ્ટ્રમાં સામે આવ્યું છે. માઓવાદી, એક એવું નામ છે જેને સાંભળતાં ખૌફનાક અને ક્રુર ચહેરો નજર સમક્ષ આવી જાય છે પરંતુ પ્રેમની તાકાતે એક એવા જ એક જલ્લાદને માણસ બનાવી દિધો. હિંસા અને હૈવાનિયતના કુંડામાં ઉછરેલી એક એવી જ કહાણી માઓવાદીઓના ગઢ તરીકે ઓળખાતા ગઢચિરૌલીથી અહેવાલ આવ્યો છે. અહીં 15 વર્ષથી હિંસા માર્ગે ચાલી રહેલા 12 લાખના ઇનામી માઓવાદીએ પોલીસની સમક્ષ સમર્પણ કર્યું છે.
જો કે બન્યું એમ હતું કે ગઢચિરૌલીના કોરચી-કુરખેડા-ખોબ્રામેંઢાના નક્સલ દલમના પૂર્વ કમાંડર નિરીંસાય દરબારી મડાવી ઉર્ફે ગોપી (32)ની પ્રેમિકાનું ગોળી વડે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ તેનું દિલ તૂટી ગયું અએન તેને અનુભવવા લાગ્યું કે તેનું બધુ લૂંટાઇ ગયું છે. બસ આ વાતને લઇને તેણે હિંસા છોડવાનો નિર્ણય કર્યો અને બે અઠવાડિયા પહેલાં જ ગઢચિરૌલીમાં આત્મસમર્પણ કરી દિધું. અત્રે ઉલ્લેખનીય છે કે ટીપાગઢ દલમની સભ્ય શામકો ઉર્ફે શાંતા કોર્ચાને ગોપી ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ શાંતાનું મોત પોલીસ મુઠભેડમાં ગોળી વાગવાથી થયું હતું તો ગોપી સંપૂર્ણપણે તૂટી ગયો. એએનઓના અનુસાર ગોપી યુવાન હતો અને શામકો પણ સુંદર હતી.
બંને માઓવાદી હોવાના લીધે જંગલ, કોતરોમાં મળતા. બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. આ દરમિયાન 17 ફેબ્રુઆરી 2014ના રોજ ગઢચિરોલીના બેતકથી ગામમાં પોલીસ-માઓવાદી મુઠભેડમાં શામકોનું મોત નિપજ્યું. ગોપીએ પોલીસને જે આપવીતી સંભળાવી તેના અનુસાર તે અભ્યાસમાં હોશિયાર હતો અને ભણીગણીને શિક્ષક બનવા માંગતો હતો.

ગરીબ પરિવાર હોવાના લીધે તે હાયર સેકેંડરીના અભ્યાસ માટે પાર્ટટાઇમ જોબ કરવા લાગ્યો. તેના પિતાને દારૂની લત હતી, જેથી ઘરની પરિસ્થિતી ખરાબ થઇ ગઇ. ગોપી 2002માં સીપીઆઇ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદ)માં લિબરેશન ગુરિલ્લા આર્મીની વિંગમાં દલમ સભ્યના રૂપમાં જોડાઇ ગયો. તેને માઓવાદી નેતાઓએ ટૂંક સમયમાં જ ગઢચિરૌલી, ગોદિંયાનો કમાંડર બનાવી દિધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
