અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?
કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ શરૂ થઈ ગયો છે.
ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16ને તોડી પાડનાર ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ પાયલટ અભિનંદન વર્ધમાનને પાકના પીએમ ઈમરાન ખાને મુક્ત કરવાનું એલાન કર્યુ છે. અભિનંદનને પાકિસ્તાને એ સમયે પકડી લીધા હતા જ્યારે તેમનુ મિગ-21 વિમાન પાકના એફ-16 ને ઠાર કર્યા બાદ તેમની સીમામાં ક્રેશ થઈ ગયુ હતુ. ત્યારબાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં એલાન કર્યુ કે તે શાંતિની પહેલ તરીકે ભારતના પાયલટને મુક્ત કરશે. પાકિસ્તાનના આ પગલાંને ભારતની કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ શરૂ થઈ ગયો છે.

જાણો સિદ્ધુએ શું કહ્યુ?
ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાના એલાન બાદ નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી એક વાર પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ. ‘આપણી પાસે એક વિકલ્પ છે' શીર્ષક સાથે જાહેર કરેલા પોતાના બે પાનાંના નિવેદનમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘હું પોતાના આ વિશ્વાસ સાથે દ્રઢતા સાથે ઉભો છુ કે સીમાની અંદર અને બહાર ચાલતી આતંકી સંગઠનોની ઉપસ્થિતિ અને ગતિવિધિઓનું દીર્ઘકાલિન સમાધાન શોધવામાં વાતચીત અને કૂટનીતિક દબાણ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આતંકનું સમાધાન શાંતિ, વિકાસ અને પ્રગતિ છે ના કે બેરોજગારી, નફરત અને ડર.'
|
‘ડર માત્ર ડરને જન્મ આપે છે'
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘આજે સીમાની બંને તરફ રણનીતિકાર એકબીજાને આઘાત પહોંચાડવાની તૈયારીમાં છે. તેમને લાગે છે કે એકબીજાને હાનિ પહોંચાડીને તે પોતાને સુરક્ષિત રાખી શકે છે પરંતુ આ મૃગ તૃષ્ણા જેવુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક અજાણ્યો ડર આપણી વચ્ચે પગ જમાવી રહ્યો છે. આ ડર છે આતંકનો, મોતનો, અસુરક્ષાનો, એક અનિચ્છીત અસુરક્ષાના ભાવનો. દેશમાં અમુક લોકો માટે હવે ડરવાનું કોઈ કારણ નથી બચ્યુ કારણકે તેમનો ડર હવે હકીકતનું રૂપ લઈ ચૂક્યો છે. શહીદોના પરિવારોના ચહેરા પર પણ મે એ ડરને જોયો અને અનુભવ્યો છે. ડર માત્ર ડરને જન્મ આપે છે. આજે દેશભરમાં દરેક જગ્યાએ ડરનો માહોલ છે. બીજાને હાનિ પહોંચાડવાની વાત વિચારવી સરળ છે પરંતુ આ વિચાર આપણને સુરક્ષિત ન કરી શકે.'

‘મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ'
સિદ્ધુએ આગળ કહ્યુ, ‘હું એક સ્વતંત્રતા સેનાનીનો દીકરો છુ, જે પોતાના દેશ સાથે ઉભો છે. મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ છે જે આ ડર સામે સામી છાતીઓ ઉભો છે. એ ડર જેના કારણે આજે ઘણા લોકો મૌન ધારણ કરેલા છે. હું પોતાના સિદ્ધાંતો પર પૂર્ણતઃ કાયમ છુ કે અમુક લોકોના ખોટા કામોના કારણે સમગ્ર સમુદાયને ખોટા ઠેરવવા યોદ્ય નથી. હાલમાં જ આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યુ કે આપણી લડાઈ આતંકવાદ અને માનવતાના દુશ્મનો સામે છે. આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથી. વિદેશ મંત્રીનું પણ કહેવુ હતુ કે આપણી લડાઈ પાકિસ્તાન સામે નથી, આપણી લડાઈ આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા વિચારો સામે છે.' સિદ્ધુના આ નિવેદન માટે પણ વિવાદ શરૂ થઈ ગયો છે.

‘આતંકવાદનો ના કોઈ ધર્મ, ના કોઈ દેશ'
તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ પત્રકારોએ જ્યારે નવજોત સિંહ સિદ્ધુ સાથે પાકિસ્તાનની ભૂમિકા અંગે સવાલ પૂછ્યા તો તેમણે કહ્યુ હતુ, ‘આતંકવાદનો ના કોઈ ધર્મ હોય છે અને ના કોઈ દેશ. મુઠ્ઠીભર લોકો માટે શું તમે આખા દેશને દોષી ગણી શકો કે કોઈ વ્યક્તિને દોષી ગણી શકો છો. પુલવામા હુમલો એક કાયર હરકત છે અને હું આની કડક નિંદા કરુ છુ.' નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદનથી ઘણો હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર પણ તેમના નિવેદનથી ઘણી બબાલ મચી. તેમના નિવેદનથી નારાજ લોકોએ કપિલ શર્માના શોમાંથી બહિષ્કાર કરવાની ધમકી આપીને સિધ્ધુને શોમાંથી બહાર કરવાની માંગ કરી. ફેન્સના ગુસ્સાનો જોતા સોની ટીવીએ સિદ્ધુને કપિલ શર્મા શોમાંથી બહાર કરી દીધા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
