Nath Corridor in Bareilly : અયોધ્યા અને કાશી બાદ હવે બરેલીમાં પણ નાથ કોરિડોર બનાવશે યોગી સરકાર
Nath Corridor in Bareilly: ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ સાત પૌરાણિક નાથ શિવ મંદિરોને એક કોરિડોર અંતર્ગત જોડવાની પહેલ યોગી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે સાઇને એક સમિક્ષા બેઠક પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, બરેલીમાં નાથ કોરિડોરનો વિકાસ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ અને અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની તર્જ પર થવો જોઈએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, નાથ કોરિડોરની આસપાસ છ લેનનો રોડ વિકસાવવો જોઈએ અને સર્કિટની આસપાસના લોકોને પરિવહન સુવિધા પૂરી પાડવા માટે ઇલેક્ટ્રિક બસો અને ઈ-રિક્ષાઓ ગોઠવવામાં આવે.
બરેલીમાં નાથ કોરિડોરના વિકાસ અંગે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીની રજૂઆતની સમીક્ષા કરી રહ્યા હતા. બરેલી શહેરના સાત પૌરાણિક નાથ મંદિરોને અલખનાથ મંદિર, મદીનાથ, તપેશ્વર નાથ, ધોપેશ્વર નાથ, પશુપતિનાથ, વનખંડી નાથ મંદિર સાથે જોડીને એક કોરિડોર બનાવવામાં આવશે.
યોગીએ ભગવાન શિવની થીમ પર પદયાત્રીઓ માટે ફૂટપાથ વિકસાવવા, સર્કિટમાં શિવ મંદિરોનું નવીનીકરણ કરવા, યાત્રાળુઓ માટે સુવિધાઓ પ્રદાન કરવા અને ક્રોસિંગને સુંદર બનાવવાનું કહ્યું છે. આદિત્યનાથે રાશનની દુકાનો (અન્નપૂર્ણ વાજબી ભાવની દુકાનો અને જન સુવિધા કેન્દ્રો) ના અપગ્રેડેશન પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન પણ જોયું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
