Shirdi accident: નાસિકથી શિરડી જતી બસનો ટ્રક સાથે ભીષણ અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત
નાસિકથી શિરડી જતી બસનો ટ્રક સાથે ભયંકર અકસ્માત થતા 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે.
Nasik bus accident: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શુક્રવાર 13 જાન્યુઆરીએ સવારે મોટી દૂર્ઘટના બની ગઈ. આ ભયાનક દૂર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાસિક પોલીસના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર પથારે પાસે બની છે. માહિતી મુજબ એક ખાનગી લક્ઝરી બસ સાંઈબાબાના ભક્તોને લઈને જઈ રહી હતી ત્યારે તે એક ટ્ર્ક સાથે ટકરાઈ ગઈ.

સાંઈબાબાના ભક્તોને લઈ જતી બસ શુક્રવારે સવારે નાસિક-શિરડી હાઈવે પર પથારે નજીક એક ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં 50 જેટલા ભક્તો હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયુ હતુ. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્યમાં લાગી ગઈ હતી.
પોલીસે તમામ લોકોને બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરોએ 10 લોકોને મૃત જાહેર કર્યા હતા. વળી, આ અકસ્માતમાં અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમની સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘાયલોને સરકારી ખર્ચે જરૂરી સારવાર આપવા સૂચના આપી છે. દૂર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનર અને નાસિકના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી અકસ્માતની જાણકારી મેળવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 35 મુસાફરો ઘાયલ છે જેમાંથી 6 ગંભીર રીતે ઘાયલ છે. એકનાથ શિંદેએ એ પણ નિર્દેશ આપ્યા કે ઘાયલોને તાત્કાલિક શિરડીથી નાસિક ખસેડવામાં આવે અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
