NASA અમે ESA કેમ ઇસરોની મદદ કરી રહ્યા છે? યુરોપ અને અમેરિકાને ચંદ્રયાનથી શું ઉમ્મીદ?

ભારતનું ચંદ્રયાન 3 બહુ જલ્દી ચંદ્રની ધરતી પર ઉતરવા જઈ રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના ચંદ્રયાન-3 ને સફળ ચંદ્ર પર ઉતારવા માટે અમેરિકા અને યુરોપ પણ ભારતનો સાથ આપી રહ્યા છે.

અમેરિકન સ્પેસ એજન્સી NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી ESA ચંદ્રયાનના સેફ લેન્ડિંગ માટે ઈસરોની મદદ કરી રહી છે. યુરોપિયન સ્પેસ ઓપરેશન સેન્ટર ડર્મસ્ટેડના ગ્રાઉન્ડ ઓપરેશન એન્જિનિયર રમેશ ચેલ્લાથુરાઈએ જણાવ્યુ કે, ઈએસએ ચંદ્રયાન-3ના લોન્ચિંગથી ભારતને મદદ કરી રહ્યું છે.

Chandrayaan

તેમણે કહ્યું કે, યુરોપીયન સ્પેસ એજન્સી ESTRACK નેટવર્કમાં બે ગ્રાઉન્ડ સ્ટેશનનો ઉપયોગ કરીને ચંદ્રયાનને તેની ભ્રમણકક્ષામાં ટ્રેક કરી રહી છે અને અવકાશયાનમાંથી ટેલિમેટ્રી ડેટા મેળવી રહી છે અને આ માહિતી ઈસરોને આપી રહી છે.

રમેશ ચેલ્લાથુરાઈ કહે છે કે, જ્યારે ચંદ્રયાન-3 મિશન શરૂ થયું ત્યારે ફ્રેન્ચ ગુઆનામાં ESAના 15 મીટરના એન્ટેના અને ગોનહિલી અર્થ સ્ટેશન પર યુકેના 32 મીટરના એન્ટેના હાઈ ટેક્નોલોજીથી સજ્જ હોવાને કારણે મિશનમાં મદદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા. આ બંને સ્ટેશન શરૂઆતથી જ ચંદ્રયાન-3 મિશન સાથે છે. આ બે સ્ટેશનોને કારણે સંપૂર્ણ મિશન ઓપરેશન ટીમ અને બેંગલુરુમાં ચંદ્રયાન-3 સેટેલાઇટ વચ્ચે એક સંપૂર્ણ ચેનલ ઉપલબ્ધ થઈ શકી છે.

રમેશ ચેલ્લાથુરાઈએ જણાવ્યું કે, આ ટેલિમેટ્રીનો ઉપયોગ એ જાણવા માટે કરવામાં આવશે કે સોફ્ટ લેન્ડિંગ થયું હતું કે નહીં. સફળ લેન્ડિંગ પછી મિશનના રોવર દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા લેન્ડર મોડ્યુલ દ્વારા ગ્રાઉન્ડ સ્ટેશનો પર મોકલવામાં આવશે. આ ડેટા કૌરો અને ગોનાહિલીના એન્ટેના દ્વારા રિસિવ કરાશે અને બેંગલુરુના મિશન ઓપરેશન સેન્ટરમાં મોકલવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X