આજે મોદીના શપથ લેતાની સાથે જ સર્જાશે અનેક ઇતિહાસ
નવી દિલ્હી, 26 મે : એક વ્યક્તિ જેણે શાળામાં અભ્યાસ કરતા સમયે ટ્રેનોમાં ચા વેચીને પોતાના પરિવારને મદદ કરનારા આજે સોમવારે દેશના 14મા વડાપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. આ ભારતીય રાજકારણ અને તેના પાડોશીઓ અને દુનિયા માટે અવિસ્મરણીય ક્ષણ બની રહેશે. અનેક અર્થોમાં આ બાબત ઇતિહાસમાં નોંધપાત્ર બની રહેશે.
આજે નરેન્દ્ર મોદી આઠ દેશોની સરકારોના પ્રમુખોની હાજરીમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ખુલ્લા આસમાનની નીચે યોજાનારા શપથ સમારોહમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ અપાવશે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનારા આ સમારોહમાં વિદેશના રાજનેતાઓ સહિત 4000 અતિથીઓ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર સમારોહનું પ્રસારણ દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાં જોઇ શકાશે.
તાજેતરમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીએ ભાજપને પૂર્ણ બહુમતી અપાવીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા પણ 6 વર્ષ સુધી દેશમાં શાસન ચલાવનારી ભાજપને પ્રથમવાર બહુમતી પ્રાપ્ત થઇ છે. આ પહેલા તે સાથી પક્ષોના સહયોગથી સરકાર ચલાવી રહી હતી.
ગુજરાતમાં સળંગ 13 વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે શાસન કરી ચૂકેલા મોદીએ નામિત વડાપ્રધાનના રૂપમાં કૂટનીતિક સંકેત આપીને પોતાના વિરોધીઓને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સાર્કના સભ્ય દેશોના પ્રમુખોને તેમણે નિમંત્રણ આપ્યું છે. ત્યારે બાંગ્લાદેશને બાદ કરતા પાકિસ્તાન સહિતના અન્ય તમામ સાર્ક દેશોના પ્રમુખો નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ બાબત એ વાતનો સંકેત છે કે મોદીના શાસનમાં સંબંધોનો નવો ઇતિહાસ લખવા માટે પાડોસી દેશો ઉત્સુક છે.
આ એ બાબતનો પણ સંકેત છે કે હિન્દુત્વવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રરચાક મોદી ભારત અને તેનાથી બહારના નેતા તરીકે આગળ આવવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
