બુકી માર્કેટમાં નરેન્દ્ર મોદી હોટ ફેવરિટ; જાણો કોના ભાવ કેટલા?
અમદાવાદ, 21 સપ્ટેમ્બર : ભારતમાં રાજકીય ક્ષેત્ર ગરમ થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2014 ગમે ત્યારે યોજાઇ શકે છે. આ માટે રાજકીય પક્ષોની જોરશોરથી ચાલી રહેલી તૈયારી વચ્ચે સટ્ટા બજાર પણ ગરમ છે. બુકીઓએ પણ અત્યારથી 'બેટીંગ' શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણી 2014ને માટે રૂપિયા 90 થી 100 કરોડનો સટ્ટો રમાઇ ગયો છે. બુકીઓના મતે વડાપ્રધાનની ખુરશી ઉપર ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બેસશે અને ભાજપના નેતૃત્વ હેઠળ સરકાર રચાશે. આ વખતે સટ્ટા બજારમાં પણ નરેન્દ્ર મોદી હોટ ફેવરિટ છે.
સામાન્ય રીતે જયારે ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારે ચૂંટણી માટે સટ્ટો શરૂ થતો હોય છે પરંતુ આ વખતે અત્યારથી ભાજપ અને કોંગ્રેસ ઉપર રમવાનું શરૂ થયુ છે. સટ્ટાબજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાઇપ્રોફાઇલ મોદી આજે સૌથી વધુ લોકપ્રિય રાજકારણી છે.
મુંબઇ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કરાંચી અને દુબઇમાં આવેલ સટ્ટાબજારમાં અત્યારથી રૂપિયા 90 થી 100 કરોડનો સટ્ટો રમાઇ ચુકયો છે. આગામી દિવસોમાં આ રકમ ઘણી ઉંચી જઇ શકે છે. ભાજપે મોદીને ઉમેદવાર જાહેર કરતા સટ્ટાબજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત પાંચ રાજયોમાંથી ચાર રાજયોની ચૂંટણી ઉપર પણ ભાવ લેવાનું શરૂ થયુ છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં કોઇને રસ નથી. મોંઘવારી, અર્થતંત્રની માંદગી અને સંગઠનમાં નબળાઇ યુપીએ સરકાર અને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરશે. બુકીઓ અને પંટરો રાજકીય ટ્રેન્ડ, ચૂંટણી રણનીતિ અને મીડીયાના વિશ્લેષણોનો અભ્યાસ કરી પછી નાણા લગાવતા હોય છે.

મોદીનો ભાવ
નરેન્દ્રમોદીનો ભાવ સટ્ટાબજારમાં રૂપિયા 1.30 હતો એટલે કે જો તમે મોદી ઉપર વડાપ્રધાન પદ માટે 1 રૂપિયો લગાડો અથવા બેટીંગ કરો તો તમને રૂપિયા 1.30 મળશે.

રાહુલ ગાંધીનો ભાવ
બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ભાવ રૂપિયા 3 બોલાઇ રહ્યા છે જે સ્પષ્ટ જણાવે છે કે તેઓ મોદીથી ઘણા પાછળ છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પછી બદલતા રાજકીય સમીકરણો વચ્ચે ભાવોમાં વધ-ઘટ થયા રાખશે.

મનમોહન સિંહ
ડો.મનમોહનસિંહ વડાપ્રધાન પદ ઉપર ચાલુ રહેશે તેવી શકયતા ઓછી છે એટલે તેમનો ભાવ પણ રૂપિયા 12 બોલવામાં આવે છે.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી પણ રૂપિયા 13 ભાવ સાથે ઘણા પાછળ છે.

ભાજપ અને કોંગ્રેસ
બુકીઓના મતે ભાજપ 272ના જાદુઇ આંકડાને પાર કરવાના ઉજળા સંજોગો ધરાવે છે અને તેથી તેનો ભાવ રૂપિયા 1.50 છે. કોંગ્રેસ માટેનો ભાવ રૂપિયા 5 છે.

દિલ્હીની ચૂંટણી
બુકીઓના મતે દિલ્હીમાં શિલા દિક્ષિત સત્તા ઉપર પાછા ફરે તેવા સંજોગો છે અને તેમનો ભાવ રૂપિયા 2.50 છે. જયારે ભાજપનો ભાવ રૂપિયા 4.50 છે.

રાજસ્થાનની ચૂંટણી
રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર રચાશે તેવુ બુકીઓ માને છે. તાજેતરમાં મોદીની રેલીને મળેલી જંગી સફળતાથી ભાજપના સંજોગો ઉજળા બન્યા છે. ભાજપનો ભાવ રૂપિયા 3.25 અને કોંગ્રેસનો ભાવ રૂપિયા 4.60નો છે.

મધ્યપ્રદેશની ચૂંટણી
મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહની સરકાર પાછી ફરશે. ભાજપનો ભાવ રૂપિયા 2 અને કોંગ્રેસનો ભાવ રૂપિયા 3.80 છે.

છત્તીસગઢની ચૂંટણી
બુકીઓના મતે છત્તીસગઢમાં પણ રમણસિંહના નેતૃત્વમાં ભાજપ ફરી સરકાર રચશે. અહી ભાજપનો ભાવ રૂપિયા 2.10 છે જયારે કોંગ્રેસનો ભાવ રૂપિયા 4.50 છે.

મિઝોરમની ચૂંટણી
મિઝોરમમાં કોઇને રસ નથી.

સટ્ટો રમતા પહેલા શું જોવાય છે?
મોંઘવારી, અર્થતંત્રની માંદગી અને સંગઠનમાં નબળાઇ યુપીએ સરકાર અને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરશે. બુકીઓ અને પંટરો રાજકીય ટ્રેન્ડ, ચૂંટણી રણનીતિ અને મીડીયાના વિશ્લેષણોનો અભ્યાસ કરી પછી નાણા લગાવતા હોય છે.

સટ્ટા માર્કેટ કેવું રહેશે?
મુંબઇ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કરાંચી અને દુબઇમાં આવેલ સટ્ટાબજારમાં અત્યારથી રૂપિયા 90 થી 100 કરોડનો સટ્ટો રમાઇ ચુકયો છે. આગામી દિવસોમાં આ રકમ ઘણી ઉંચી જઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
