વર્ષ 2015માં થશે મોદી સરકારની યોજનાઓની પરીક્ષા
નવી દિલ્હી (વિવેક શુક્લા): મોદી સરકાર આગામી વર્ષ 2015 એકદમ મહત્વપૂર્ણ રહેશે. ત્યાં સુધી તેની બધી યોજનાઓ લાગી થઇ ચૂકી હશે. તેમના પરિણામ પર આવવા લાગશે. ત્યારે ખબર પડશે કે નવી યોજનાઓથી જનતાને કેટલો લાભ થશે. તેમાં એકિકૃત રાષ્ટ્રીય આવાસ મિશન, વડાપ્રધાનમંત્રી જન ધન યોજના, સ્વચ્છ ભારત' વગેરે મિશન સામેલ છે.

એકીકૃત રાષ્ટ્રીય આવાસ મિશન
આ પ્રમાણે આપણે એકીકૃત રાષ્ટ્રીય મિશનથી વાત શરૂ કરી શકીએ છીએ. સરકાર દેશમાં બધાને 2022 સુધી ઘર પુરી પાડવાના લક્ષ્ય હેઠળ એક નવું એકીકૃત રાષ્ટ્રીય મિશન શરૂ કરવા જઇ રહી છે. ચોક્કસ, બધાને ઘર ઉપલબ્ધ કરાવવું ખૂબ મોટું કામ છે અને તેમાં મોટાપાયે ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ જરૂરિયાત છે.
તેની સફળતા માટે સરકાર સાર્વજનિક ખાનગી ભાગીદારી (પીપીપી)ને પ્રોત્સાહન માટે પ્રતિબદ્ધ છે. મંજૂરીઓને ઝડપી કર તથા ભૂમિ ઉપલબ્ધ કરાવીને ઓપરેટિંગ અડચણોને દૂર કરવામાં આવશે. આગામી વર્ષે ખબર પડી જશે કે કયા મિશને કેટલી લાંબી યાત્રા પુરી કરી.
વડાપ્રધાનમંત્રી જન ધન યોજના
મોદી સરકારની આ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના દરેક નાગરિકને બેકીંગ સેવાઓ સાથે જોડવા માટે તેમના બેંક એકાઉંટ ખોલાવવા સાથે જોડાયેલી 'વડાપ્રધાનમંત્રી જન ધન યોજના' થોડા સમય પહેલાં શરૂ કરી. યોજનાના પહેલાં દિવસે દોઢ કરોડ એકાઉંટ ખોલવામાં આવ્યા. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ યોજનાને 2015માં પણ ગતિ આપવી પડશે જેથી દેશ અંતિમ વ્યક્તિને પણ સરકારી યોજનાઓનો લાભ મળી શકે.
વીઝા ઑન અરાઇવલ
મોદી સરકારે ટૂરિસ્ટ વીઝા ઑન અરાઇવલ યોજનાનો શુભારંભ કર્યો છે. તેના લીધે કેટલાક દેશોના નાગરિકોને છોડીને બધા દેશોના નાગરિકોને ભારતમાં આવતાં જ વીઝા મળશે. સરકાર આ યોજનાને ઇમાનદારીપૂર્વક લાગૂ કરે તો સારું રહેશે જેથી ભારતમાં દુનિયાભરના પર્યટકોની સંખ્યા વધે.
જો કે ભારત પ્રાચીનકાળથી જ વિશ્વના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પ્રાચીનકાળથી લોકો દર્શન અને આદ્યાત્મનો અનુભવ કરવા માટે ભારતની યાત્રા કરે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પર્યટન મંત્રાલય વિદેશથી આવનાર લોકો માટે સુરક્ષિત તથા ખુશનુમા વાતાવરણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

સ્વચ્છ ભારત મિશન
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ યોજનાઓ અને કાર્યક્રમોમાં 'સ્વચ્છ ભારત' મિશનનું ખૂબ મહત્વ છે. આ યોજનાને તે પોતે જોઇ રહ્યાં છે. તેમણે ગાંધી જયંતિના અવસર પર પોતે ઝાડુ લગાવીને પોતાના 'સ્વચ્છ ભારત' મિશનની શરૂઆત કરી. આ અભિયાનનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષોમાં સ્વચ્છતા જાળવી રાખવી જોઇએ.
હવે જોવાનું એ છે કે સરકાર આ મિશનને લઇને આગળ કેટલી ગંભીર રહે છે. તેનો ટેસ્ટ આગામી વર્ષોમાં થઇ જશે. જો કે આ વાતને માની શકાય કે દેશમાં આ મિશનના લીધે સ્વચ્છતાને લઇને એક વાતાવરણ બની ગયું છે.
નવું 'યોજના પંચ'
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર યોજના પંચના વિકલ્પના રૂપમાં નવી સંસ્થાની સ્થાપના માટે કામ ચાલી રહ્યું છે. આશા કરવામાં આવી રહી છે કે નવી સંસ્થા ટૂંક સમયમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. નવી સંસ્થા માટે આગામી વર્ષ મહત્વપૂર્ણ રહેશે તે કયા પ્રકારે દેશને વિકાસ યોજનાઓ માટે સલાહ આપે છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ટ્વિટર પર લખ્યું છે કે 'યોજના પંચનું સ્થાન લેનાર આ નવી સંસ્થાની રૂપરેખા પર પોતાના મંતવ્ય મોકલો.''

મેક ઇન ઇન્ડિયા અભિયાન
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે ભારત દુનિયાનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ બની જાય. નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ 'મેક ઇન ઇન્ડિયા'ની જાહેરાત કરી હતી જેથી વિદેશી રોકાણ આકર્ષિત કરી શકાય અને દેશને વિનિર્માણનું મોટું કેન્દ્ર બનાવી શકાય. જો કે નરેન્દ્ર મોદી સરકારની આ ખૂબ ખાસમખાસ યોજના છે, પરંતુ તેને પૂરી ઇમાનદારી સાથે લાગૂ કરવાની જરૂરિયાત છે.
જો આ સારી રીતે લાગૂ થશે તો દેશમાં વિદેશી મૂડી આવશે અને રોજગારની તકો વધશે. આ દરમિયાન 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ પ્રતિ સતર્ક વલણ અપનાવતાં રિઝર્વ બેંક ગર્વનર રધુરામ રાજને કહ્યું કે તેના હેઠળ ફક્ત વિનિર્માણ પર જ ધ્યાન આપવામાં આવશે નહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
