મોદી સરકારમાં 40000 કરોડની માર્ગ યોજનાઓ મંજૂર, રોજ 30 Km રસ્તો બનાવાશે
નવી દિલ્હી, 25 જૂન : કેન્દ્ર સરકાર દેશમાં દરરોજ 30 કિલોમીટર લાંબા માર્ગ બનાવવા માંગે છે. જેનાથી દેશમાં માર્ગ બનાવવાની પ્રક્રિયામાં ઝડપ આવી શકે છે. માર્ગ અને પરિવહન મંત્રી અને રાજમાર્ગ મંત્રાલયે માર્ગ બનાવવા માટે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.
આ અંગે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સીમા માર્ગ સંગઠન (બીઆરઓ)ના કામકાજનું ઓડિય કરાવવાનું એલાન પણ કર્યું છે. ગડકરીએ મંગળવારે પત્રકારોને જણાવ્યું કે 'વર્તમાનમાં કુલ માર્ગ નિર્માણમાં ઘણો ઘટાડો થયો છે. લગભગ 60,000 કરોડ રૂપિયાની માર્ગ યોજનાઓ અટકેલી છે. તેમાં મુખ્ય અવરોધ ભૂમિ સંકલન અને પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરી છે.'

ગડકરીએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અટવાયેલી પડેલી યોજનાઓ પર આવનારા ત્રણ મહિનામાં કામ શરૂ થશે. મંત્રાલય જલ્દીથી જલ્દી મંજૂરી લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યારે આ યોજના શરૂ થઇ જશે તો તેમાંથી કેટલીક યોજનાઓને પૂરી થવામાં એક વર્ષ કે તેથી વધારે સમય લાગશે. વર્તમાન સમયમાં સરેરાશ નિર્માણ ત્રણ કિલોમીટર પ્રતિદિવસ છે. અમે પ્રતિ દિવસ 30 કિલોમીટર માર્ગ બને તેવું લક્ષ્યાંક ધરાવીએ છીએ.
ગડકરીએ જણાવ્યું કે પાછલી સરકારે વર્ષ 2009માં પ્રતિ દિવસ 20 કિલોમીટર માર્ગ નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે પર્યાવરણની મંજુરી નહીં મળવાથી અને અન્ય મુશ્કેલીઓને પગલે અડધાથી થોડો વધારે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાયો છે.બીઆરઓ અંગે ગડકરીએ જણાવ્યું કે તેના કામનું ઓડિટ કર્યા બાદ જ તેને કામ આપવામાં આવશે.
આ સાથે તેમણે દિલ્હી-જયપુર, દિલ્હી-પંજાબ, દિલ્હી-ચંદીગઢ, દિલ્હી-દહેરાદૂન તથા ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દીવ-દમણના તમામ રાષ્ટ્રીય ઘોરીમાર્ગોના કામકાજ પર નજર રાખવાની સૂચના આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
