જાણો નરેન્દ્ર મોદી અને ઓ. પનેરસેલ્વમ વચ્ચે શું છે સમાનતા
નવી દિલ્હી: મુખ્યમંત્રીની ખુરશી છોડ્યા બાદ જે જયલલિતાએ પોતાના સૌથી વિશ્વાસુ. ઓ. પનેરસેલ્વમ પર વિશ્વાસ મુક્યો છે. તે તમિલનાડુના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી. ઓ. પનેરસેલ્વમની છબિ થોડી નરેન્દ્ર મોદી સાથે મળે છે. બંને ખૂબ નાના કદમાંથી રાજકારણમાં આવનાર વ્યક્તિ છે.
જે પ્રકારે નરેન્દ્ર મોદી ક્યારેય ગુજરાતના પ્લેટફોર્મમાં ચા વેચતા હતા તે પ્રકારે પનેરસેલ્વમ પણ ચાની દુકાન ચલાવતા હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા તમિલનાડુના નાણામંત્રી ઓ. પનેરસેલ્વમ પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. હાલ તેમની ચાની દુકાનને તેમના સંબંધી ચલાવે છે.
જયલલિતાના વિશ્વાસપાત્ર ઓ. પનેરસેલ્વમ ઓપીએસના નામથી રાજકારણમાં ઓળખાય છે. 63 બસંત જોઇ ચૂકેલા ઓ. પનેરસેલ્વમ બોડિનાયકન્નૂર વિધાનસભામાંથી ચૂંટાઇને આવ્યા છે. તેમનું વતન જપદ થેની છે. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. કહેવામાં આવે છે કે તેમને આર્થિક તંગીના કારણે પોતાનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ અધવચ્ચે છોડી મુક્યો હતો. આ પ્રકારના દિવસો 2001માં પણ જયલલિતાને જોવા પડ્યા હતા તે સમયે પણ તેમણે ઓ. પનેરસેલ્વમ પર વિશ્વાસ મુક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 2001માં સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ જયલલિતાને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું ત્યારે તેમણે પોતાની મુખ્યમંત્રીની ખુરશી પર ઓ. પનેરસેલ્વમને બેસાડ્યા હતા જો કે તે માત્ર એક વર્ષ માટે જ પોતાના પદ પર રહ્યાં હતા. ઓ. પનેરસેલ્વમ શપથ પહેલાં નાણામંત્રીની જવાબદારી સંભાળી રહ્યાં હતા.

શનિવારે તમિલનાડુની મુખ્યમંત્રીને બેંગ્લોરની એક કોર્ટે ચાર વર્ષની સજા અને 100 કરોડનો દંડ ફટકાર્યો. કોર્ટે આ ચૂકાદા બાદ તેમને પોતાનું પદ છોડવું પડ્યું. તેમના પદ ત્યાગ બાદ જ ઓ. પનેરસેલ્વમના કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા. અને બિલકુલ એવું જ થયું. જયલલિતાને ખબર છે કે તેમના જેલ ગયા બાદ જો રાજ્યને કોઇ સંભાળી શકે છે તો તે ઓ. પનેરસેલ્વમ જ છે. તેનો એક નજારો તેમણે 2001માં જોઇ લીધો હતો.
જયલલિતા જાણે છે કે તેમની સરકારને કોઇ ખતરો નથી. 234 સભ્યોવાળી વિધાનસભામાં એઆઇડીએમકે પાસે 150 સીટો છે. તે બહૂમતમાં છે એટલા માટે સરકારને કોઇ હલાવી ન શકે. તો બીજી તરફ જો લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો પ્રદેશની 39 લોકસભા સીટોમાંથી 37 સીટો પર જયલલિતાની પાર્ટીએ જીત નોંધાવી હતી ત્યારબાદ તેમનું કદ રાષ્ટ્રીય રાજકારણમાં વધી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુની મુખ્યમંત્રી જે. જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. જ્યારે તેમણે પહેલીવાર મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું તો તેમની પાસે માત્ર ત્રણ કરોડની સંપત્તિ હતી તે પાંચ વર્ષમાં વધીને 66 કરોડ થઇ ગઇ હતી. તેમના વિરૂદ્ધ તત્કાલિન જનતા પાર્ટીના નેતા જે અત્યારે ભાજપમાં છે સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરાવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
