તંદૂર કાંડ: કોંગ્રેસી નેતા સુશીલ શર્માને ફાંસી નહી ઉંમરકેદ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હીના કુખ્યાત તંદૂર કાંડમાં મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે. જુલાઇ 1995ના આ કેસમાં પૂર્વ યૂથ કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શર્માએ પોતાની પત્ની નૈના સાહનીની હત્યાના દોષી માનવામાં આવ્યા હતા. કોર્ટે નિચલી કોર્ટ અને પછી હાઇકોર્ટ દ્વારા મળેલી ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવી છે. સુશીલ શર્માને આજીવન જેલમાં રહેવું પડશે.
સુશીલ કુમાર શર્માને ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા ફાંસીની સજા મળી હતી જેના વિરૂદ્ધમાં તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. વર્ષ 1995માં બગિયા રેસ્ટોરન્ટના તંદૂરમાં એક લાશ સળગાવવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે આ ઘટનાની ચર્ચા દેશભરમાં સાંભળવામાં આવી હતી અને તેને 'તંદૂર કાંડ' કહેવામાં આવ્યું હતું. હવે 18 વર્ષ બાદ આ કેસમાં અંતિમ ચૂકાદો આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રંજના દેસાઇએ મંગળવારે કેસ પર ચૂકાદો સંભાળતાં કહ્યું હતું કે સુશીલ કુમારે ગુસ્સામાં આવીને ગોળી ચલાવી હતી, જો કે આ રેયરેસ્ટ ઓફ રેયર કેસ હોય ન શકે.
કેવી રીતે હત્યા કરવામાં આવી હતી તે ઘટ્નાક્રમ જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

નૈના સહાનીના માથા પર ગોળી મારી
2 જુલાઇ 1995ની રાત્રે નૈના સહાનીએ પોતાના એક પૂર્વ સહપાઠી તથા કોંગ્રેસ નેતા મતલૂબ કરીમ સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યારે તેનો પતિ સુશીલ શર્મા રૂમમાં આવી ગયો. નૈના સહાનીએ ફોન પર વાત ચાલુ રાખે છે. સુશીલને ગુસ્સો આવી જાય છે અને તે તેના પર ગંદા-ગંદા આરોપો લગાવે છે. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થાય છે અને સુશીલ શર્મા પોતાની લાઇસેન્સી રિવોલ્વર નિકાળીને નૈના સહાનીના માથા પર ગોળી મારી દે છે. બીજી ગોળી તેની ગરદન પર અને ત્રીજી મિસ થઇને એસી પર લાગે છે.

લાશના ટુકડા કર્યા
સુશીલ શર્મા નૈના સહાનીની લાશને ઠેકાણે લગાવવા માટે તે નૈનાની લાશને લઇને પોતાની ભાગીદારીવાળા રેસ્ટોરન્ટમાં લઇ જાય છે. ત્યાં સુશીલ શર્માએ બધા ગ્રાહકો અને કર્મચારીઓને જતા રહેવાની સૂચના આપે છે. રેસ્ટોરન્ટ ખાલી થયા બાદ તે નૈના સહાનીની લાશને રેસ્ટોરન્ટના કિચનમાં લઇ ગયો અને ત્યાં તેની લાશના ટુકડા કર્યા અને એક-એક તંદૂરમાં નાખી દિધા. તંદૂર રેસ્ટોરન્ટની પાછળ હતું, તો બાજુમાં ઘરમાં સૂઇ રહેલી દૂધવાળી નરોરા દેવીએ જોઇ લીધું.

તંદૂરમાં લાશ મળી આવી
તેને આવીને સુશીલ શર્માને પૂછ્યું કે ભાઇ આટલી રાત્રે તંદૂરમાં શું સેકી રહ્યાં છો, સુશીલ શર્માએ તેને ખખડાવી દિધી અને ત્યાં જતા રહેવાનું કહ્યું. નરોરાને શક થયો તો તેને રેસ્ટોરન્ટના પાછળના દરવાજા પાસે લોહી પડેલું જોયું. તેને તાત્કાલિક આસપાસના લોકોને જઇને બૂમો પાડી પાડીને કહ્યું કે તંદૂરમાં મડદું સળગી રહ્યું છે. સુશીલ શર્મા તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો.

ફાંસીની સજા
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશને અડધી સળગેલી હાલતમાં બહાર કાઢી. પોસ્ટમોર્ટમાં લાશમાંથી બે ગોળીઓ મળી આવી. ત્યાં સુધી સુશીલ શર્મા મુંબઇ નિકળી ગયો હતો. મુંબઇથી ભાગતાં ભાગતાં ચેન્નઇ પછી બેગ્લોર. પરંતુ ત્યાં તેને પકડી પાડ્યો. 2003માં નિચલી કોર્ટે આ નૃશંસ હત્યા માટે તેને ફાંસીની સજા સંભળાવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
