રેપ કેસમાં ફસાયેલા બીજેપી વિધાયક પર હવે હત્યાનો આરોપ લાગ્યો

બાંગરમાઉં ક્ષેત્રથી બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરની મુસીબતો સતત વધી રહી છે. તેમની ઉપર સાક્ષીની હત્યાનો આરોપ લાગ્યો છે.

બાંગરમાઉં ક્ષેત્રથી બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગરની મુસીબતો સતત વધી રહી છે. તેમની ઉપર સાક્ષીની હત્યાનો આરોપ લાગ્યો છે. આપણે જણાવી દઈએ કે રેપ પીડિત યુવતીના પિતાની મૌત પછી આંખે જોયેલા સાક્ષી યુનિસની પણ અચાનક મૌત થઇ ચુકી છે. યુનિસના પરિવારે તેની લાશને પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જલ્દીમાં દફનાવી દીધી. યુનિસની મૌત પછી પીડિતાના કાકાએ ઉન્નાવ એસપી હરીશ કુમારને પોસ્ટમોર્ટમ કરાવવાની અપીલ કરી છે.

વાંચો: ગેંગરેપ પીડિતા માટે ન્યાય માંગવા રસ્તા પર ઉતર્યું બોલિવૂડ

ઉન્નાવ રેપ કેસમાં પીડિત યુવતીના પિતાની 9 એપ્રિલે માખી પોલીસ સ્ટેશને પીટાઈ દરમિયાન મૌત થઇ ગયી હતી. આ મામલે યુનિસ સાક્ષી હતો. યુવતીના કાકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીબીઆઈ ઘ્વારા મૃતકનું નિવેદન લેવામાં આવ્યું હતું. ગયા શનિવારે અચાનક યુનિસની મૌત થઇ ગયી. ત્યારપછી કોઈને પણ જાણકારી આપ્યા વિના લાશ દફનાવી દેવામાં આવી.

તેમને જણાવ્યું કે સાક્ષીની મૌત કોઈ ષડયંત્રનો ભાગ હોય શકે છે, તેના વિશે પણ જાંચ થવી જોઈએ. તેમને સીબીઆઈ ને પણ તેના વિશે જાણકારી આપવાની વાત કહી છે. આપને જણાવી દઈએ કે નાબાલિક સાથે રેપ અને તેના પિતાની હત્યાના મામલે બીજેપી વિધાયક કુલદીપ સિંહ સેંગર જૂન મહિનાથી જેલમાં બંધ છે. આ કેસમાં એપ્રિલ મહિનાથી તેના ભાઈ અને વધુ એક અન્ય સાથીને પણ જેલમાં રાખવામાં આવ્યા છે.

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

આપને જણાવી દઈએ કે ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા પછી પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થઇ ચુકી છે. ત્યારપછી પીડિતાના પિતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેમને ભાજપા વિધાયક પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે માંગ થઇ રહી છે.

કાનપુર માં હતા

કાનપુર માં હતા

પૂછપરછ દરમિયાન વિધાયકે જણાવ્યું કે બળાત્કાર સમયે 4 જૂન 2017 દરમિયાન તેઓ કાનપુર સમારંભમાં હતા. તેની વીડિયો ફૂટેજ પણ તેઓ જોઈ શકે છે. તેમની સુરક્ષામાં લાગેલા પોલીસ સુરક્ષાકર્મીઓ અને તેમના સેલફોન રેકોર્ડ પણ ચેક કરી શકો છો. તેમને જણાવ્યું કે એક મિત્રના ઘરે જન્મદિવસમાં ભાગ લેવા માટે તેઓ કાનપુર ગયા હતા.

પોલીસે કેસમાં લાપરવાહી કરી

પોલીસે કેસમાં લાપરવાહી કરી

સીબીઆઈ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે યુવતીના મેડિકલ જાંચમાં જાણીજોઈને મોડું કર્યું. પોલીસે આ બધું જાણીજોઈને આરોપીઓ સાથે મીલીભગત હોવાથી કર્યું. સીબીઆઈ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનીય પોલીસે લાપરવાહી કરી અને 20 જૂને નોંધવામાં આવેલા કેસમાં કુલદીપ સિંહ સેંગર અને બીજા કેટલાક લોકોનું નામ બહાર રાખ્યું. એટલું જ નહીં પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં પણ ખુબ જ મોડું કર્યું.

ચાલતી ગાડીમાં 9 દિવસ સુધી ગેંગરેપ

ચાલતી ગાડીમાં 9 દિવસ સુધી ગેંગરેપ

યુવતીને સીબીઆઈ નિવેદનમાં જણાવ્યું કે શશી સિંહ નોકરીની લાલચ આપીને તેને વિધાયકના ઘરે લઇ ગયી. ત્યારપછી વિધાયકે 4 જૂને યુવતી સાથે બળાત્કાર કર્યો. યુવતીને ચૂપ રહેવા માટે ધમકી આપવામાં આવી. ત્યારપછી 11 જૂને વિધાયકના સહયોગી શુભમ સિંહ, અવધ નારાયણ અને બ્રિજેશ યાદવે યુવતીનું અપહરણ કરી લીધું. 11 જૂન થી 19 જૂન યુવતીને ચાલતી એસયુવીમાં નાખીને તેનો ગેંગરેપ કરતા રહ્યા.

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

વિધાયક પર બળાત્કારનો આરોપ છે. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર એફઆઈઆર નોંધવામાં આવી ના હતી. પરંતુ મીડિયામાં આખો મામલો આવ્યા પછી એસઆઈટી બનાવવામાં આવી. એસઆઈટી રિપોર્ટ પછી વિધાયક પર ધારા 363, 366, 376, 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X